ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

New Year 2024: 1 january થી બદલાઈ ગયા છે આ નિયમો....

આજે 1 january 2024 વર્ષનો પહેલો દિવસ છે અને માત્ર તારીખમાં જ નહીં પણ અન્ય ઘણા ફેરફારો થાય છે. જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. સિમ કાર્ડ અને જીએસટીમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આજથી 5 વસ્તુઓ બદલાઈ...
03:59 PM Jan 01, 2024 IST | Maitri makwana
આજે 1 january 2024 વર્ષનો પહેલો દિવસ છે અને માત્ર તારીખમાં જ નહીં પણ અન્ય ઘણા ફેરફારો થાય છે. જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. સિમ કાર્ડ અને જીએસટીમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આજથી 5 વસ્તુઓ બદલાઈ...
MANY RULES HAVE CHANGED FROM 1 JANUARY

આજે 1 january 2024 વર્ષનો પહેલો દિવસ છે અને માત્ર તારીખમાં જ નહીં પણ અન્ય ઘણા ફેરફારો થાય છે. જેની અસર સામાન્ય લોકોના જીવન પર થશે. સિમ કાર્ડ અને જીએસટીમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. આજથી 5 વસ્તુઓ બદલાઈ રહી છે. જેમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને વાહનોની કિંમતો સુધીની દરેક બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટા ફેરફારો થવા જય રહ્યા છે.

1 january થી આધાર કાર્ડમાં સુધારા અંગે ફેરફાર

જો તમારા આધાર કાર્ડમાં તમારું નામ અથવા સરનામું ખોટું લખાયેલું છે અને તમે તેને સુધારવા માંગો છો, તો હવેથી તમારે તેના માટે ફી ચૂકવવી પડશે. જો તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે.

1 january થી બેંક લોકર કરાર અંગે ફેરફાર

હવે આ નવા વર્ષ સાથે બેંક લોકર એગ્રીમેન્ટના નિયમો પણ બદલાઈ ગયા છે. હવેથી બેંક લોકર કરાર પર નવેસરથી હસ્તાક્ષર કરવા પડશે. જો બેંક લોકર કરાર પર નવેસરથી હસ્તાક્ષર ન કરવામાં આવે તો લોકર ફ્રીઝ કરી શકાય છે.

1 january થી KYC સબમિટ કરવા અંગે ફેરફાર

આજથી સિમ ખરીદતી વખતે KYC સબમિટ કરવાનું રહેશે. અગાઉ તાત્કાલિક કેવાયસીની જરૂર ન હતી. તમે પછીથી પણ KYC કરાવી શકો છો. પરંતુ નવા વર્ષમાં આ નિયમ બદલાયો છે. તમારે બાયોમેટ્રિક્સ દ્વારા વિગતોની ચકાસણી કરવી પડશે.

1 january થી ડીમેટ ખાતા સંબંધિત નિયમોમાં ફેરફાર

નવા વર્ષમાં ડીમેટ ખાતા સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બર સુધી ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવાની તક આપવામાં આવી હતી.

આજે નવા વર્ષના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર દોઢ રૂપિયા સસ્તું થયું છે. તે જ સમયે, ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો - Ahmedabad Civil : માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ.

Tags :
1 JanuaryGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwanaNew-Year-2024Rule
Next Article