શેરબજાર કડાકા સાથે બંધભારતીય શેરમાર્કેટ માટે શુક્રવારનો દિવસ આંચકારૂપ સાબિત થયો છે. શેર માર્કેટમાં મોટો કડાકો થયો છે. સેન્સેક્સ 1000 અંક સુધી ગગડ્યો છે. 937 પોઈન્ટથી વધુના કડાકા સાથે શેરબજાર 57,986 પોઈન્ટ પર બંધ રહ્યું છે, તો નિફ્ટીમાં 280 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. નિફ્ટી 17,330 પોઈન્ટ પર બંધ રહ્યું છે. મહત્વનું છે કે યુએસ વ્યાજદરમાં ઝડપી વધારાની આશંકાથી વિશ્વભરના શેરબજારો ગગડ્યા હતા. IOC,BPCLઅને ઈન્ડશલ્ડ બેન્કના શેરમાં તેજી જોવા મળી હતી તો ઈન્ફોસીસ, ગ્રેસિસ અને બ્રિટાનિયાના શેરમાં મંદી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલી ઊથલપાથલની અસર ભારતીય બજારમાં જોવા મળી હતી.