એક તરફ જ્યાં બુધવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો હતો, ત્યારે કિંમતી ધાતુ સોનાની કિંમતમાં પણ વધારો થયો હતો. MCX પર સોનાની કિંમત 0.12 ટકા વધીને 51,876 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જોકે, ચાંદીની કિંમત 0.42 ટકા ઘટીને રૂ. 67,890 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. સોનાની કિંમતમાં વધારો થયો છે જયારે ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. બુધવારે રશિયા -યુક્રેન વચ્ચેના યુદ્ધનો સાતમો દિવસ છે અને યુક્રેનની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વણસી રહી છે ત્યારે આ યુદ્ધની અસર લોકોના ખિસ્સા પર પણ પડશે, મોંઘવારીની અસર કાચા તેલથી લઈને કિંમતી ધાતુ પર પણ વર્તાઈ રહી છે. આજે, MCX પર સોનાના ભાવમાં ફરી વધારો થયો છે, જોકે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. MCX પર સોનાની કિંમત 0.12 ટકા વધીને 51,876 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.સોનાના ભાવમાં વધારો થયો છે, તો બીજી તરફ બુધવારે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જોકે ચાંદીમાં ઘટાડા બાદ પણ 67 હજારની ઉપર તેમની કિંમત છે. આજે MCX પર ચાંદીની કિંમતમાં 0.42 ટકાનો ઘટાડો થયો છે અને આ સાથે ચાંદીની કિંમત ઘટીને 67,890 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.