રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ આજે આઠમાં દિવસે પણ ખતમ થવાનું નામ નથી લઇ રહ્યું. દુનિયાભરના દેશ પુતિનની જીદ સામે ગુસ્સેથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભારતની વાત કરીએ તો અહી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, ચાલુ મહિનાની 10 તારીખ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થઇ શકે છે. આગામી સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છેઆ વાત કેટલી સાચી તે તો 10 તારીખ બાદ ખબર પડી જશે. વળી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 8મો દિવસ છે. આવી સ્થિતિમાં, તેની અસર આ સમયે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. યુદ્ધના પહેલા દિવસે ભારતનું શેરબજાર નીચે આવી ગયું હતું. તેની સાથે જ તેલની કિંમતમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે એવું માનવામાં આવે છે કે ભારતમાં યુપી ચૂંટણીના આગામી સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રેકોર્ડ વધારો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ એટલે કે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 111 ડોલર સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રૂડ માટે આ લગભગ 8 વર્ષનો ઉચ્ચતમ છે. વળી, WTI ક્રૂડ પણ પ્રતિ બેરલ $ 109 ની નજીક ટ્રેડ કરી રહ્યું છે.30 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો થઈ શકે છેવિશ્વભરમાં સપ્લાયમાં ઘટાડો અને વધુ ઘટાડાની સંભાવનાને કારણે ક્રૂડમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે આગામી 1 મહિનામાં કાચા તેલની કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો થશે. બીજી તરફ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, IIFL VP-સંશોધન અનુજ ગુપ્તાનું કહેવું છે કે, બ્રેન્ટ હાલમાં પ્રતિ બેરલ $111ની નજીક છે. આ લગભગ 7.5 વર્ષનો ઉચ્ચતમ છે. જ્યારે MCX પર ક્રૂડની લાઈફ ટાઈમ હાઈ 8088 રૂપિયા પર પહોંચી ગઈ છે. ભૌગોલિક રાજકીય જોખમ અને પુરવઠાની ચિંતાઓને કારણે, ક્રૂડની કિંમત બીજા 1 મહિનામાં $125 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. બીજી બાજુ, MCX પર, તે રૂ. 8500 થી રૂ. 8700 સુધી પહોંચી શકે છે. બુધવારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પણ 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું હતું. જેના કારણે ભારતમાં ટૂંક સમયમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો આવનારા દિવસોમાં પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો થઈ શકે છે. સામાન્ય વર્ગની કમર તોડી દે તો નવાઇ નહીંવર્તમાન નીતિ મુજબ સરકારી ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના છૂટક દરોમાં ફેરફાર કરે છે. માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. હવે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 7 માર્ચે અંતિમ તબક્કાનું મતદાન થતા જ સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો કરવાનું શરૂ કરી દેશે. જે સામાન્ય વર્ગની કમર તોડી દે તો નવાઇ નહીં.