રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટી પણ ઘટાડા સાથે ખુલ્યા હતા. બીએસઈનો સેન્સેક્સ સવારે 9.15 વાગ્યે 617 પોઈન્ટ ઘટીને 55,629 પર ખુલ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ પણ આજે લાલ નિશાન સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી અને બુધવારે બપોરે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતુંસવારે ઘટાડા સાથે શરુઆત શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 603 પોઈન્ટના ઘટાડા સાથે 55643ના સ્તરે હતો જ્યારે નિફ્ટી 132.50 પોઈન્ટ ઘટીને 16,661.40ના સ્તરે પહોંચ્યો હતો . જો સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મીડિયા, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સિવાય તમામ ઈન્ડેક્સ ડાઉન છે.મહાશિવરાત્રિની રજા બાદ આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. મંગળવારે ભારે ઘટાડા સાથે બંધ થયેલા યુએસ શેરબજારોની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ 104 ડોલરને પાર કરી ગયું છે. રુસો-યુક્રેન યુદ્ધ હવે પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ જવાનો ભય છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં ભયનો માહોલ છે. વિદેશી રોકાણકારો સતત પૈસા ઉપાડી રહ્યા છે.બપોરે ઘટાડા સાથે બંધ બુધવારે બપોરે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું. મુંબઇ શેર બજારનો સેન્સેકસ 778.38 પોઇન્ટનો ઘટાડા સાથે 55468.90 ના સ્તર પર બંધ થયો છે. જયારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિફ્ટી 187.95 પોઇન્ટ તુટીને 16605.95ના સ્તર પર બંધ થયો હતો. આજવા કારોબારમાં ઓટો , બેન્કીગ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી અને આઇટી શેર પર વેચવાલી જોવા મળી હતી, જયારે મેટલ, પાવર, એનર્જી અને તેલ ગેસ શેર્સમાં તેજી જોવા મળી હતી.