શેર બજારમાં સતત બીજા દિવસે માર્કેટ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે સોમવારન માહોલ ની અસર બીજા દિવસે પણ જોવા મળી છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બંને સૂચકાંકો લાલ નિશાન પર ખુલ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટીને 52,639 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 62 પોઈન્ટ ઘટીને 15,800ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યો હતો.રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ જોવા મળી છે છેલ્લા ટ્રેડિંગ દિવસે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 1491 પોઈન્ટ્સ અથવા 2.74 ટકાનો જંગી ઘટાડો લઈને 52,843ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી ઇન્ડેક્સ 382 પોઇન્ટ અથવા 2.35 ટકા ઘટીને 15,863 પર બંધ થયો હતો.અમેરિકન માર્કેટ પાર પણ અસર યુએસ શેરબજારો સોમવારે 1 ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા. રશિયાના ક્રૂડ ઓઈલ સપ્લાય પર પ્રતિબંધની સંભાવનાએ ક્રૂડ ઓઈલના ભાવને ઘણા વર્ષોથી રેકોર્ડ સ્તરે ધકેલી દીધા છે. ત્યારે તેણે મોંઘવારી સંબંધિત ચિંતાઓ પણ વધારી છે.