Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત : નાણામંત્રી Nirmala Sitharaman

પશ્ચિમ એશિયા (West Asia)માં વધતા સંકટ વચ્ચે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ બળતણ (Fuel), ખાતર (Fertilizer) અને ફોરેક્સ (Forex) એટલે કે 3Fs પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત જણાવી છે. તેમણે જણાવ્યું કે, વૈશ્વિક પડકારો હોવા છતાં ભારતનું સ્થાનિક અર્થતંત્ર મજબૂત છે અને દેશમાં ભય તથા નકારાત્મકતા ફેલાવવાની જરૂર નથી.
વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત   નાણામંત્રી nirmala sitharaman
Advertisement
  • પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારત માટે 3Fs પર ફોકસ જરૂરી : Nirmala Sitharaman
  • ભારત માટે Fuel, Fertilizer અને Forex બન્યા સૌથી મોટા પડકાર
  • વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત : નિર્મલા સીતારમણ 

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતને Fuel, Fertilizer અને Forex એટલે કે 3Fs પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું સ્થાનિક અર્થતંત્ર (Indian Economy) મજબૂત અને સ્થિર છે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (SIDBI) ના 37મા સ્થાપના દિવસ સમારોહ દરમિયાન સંબોધન કરતાં નાણાંમંત્રીએ જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ અંગે નકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હકીકતમાં ભારત મજબૂત સ્થિતિમાં છે.

બળતણ, ખાતર અને ફોરેક્સ (3Fs) પર વધતી ચિંતા

નિર્મલા સીતારમણે જણાવ્યું કે હાલ ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ના ભાવમાં પણ ભારે વધારો નોંધાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી (Excise Duty)માં ઘટાડો કરવાના નિર્ણયથી સરકારને અંદાજે ₹1 લાખ કરોડનું મહેસૂલ નુકસાન થશે. તેમણે વધુમાં કહ્યું કે, ખાતરના વધતા ભાવો ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે પડકારરૂપ બની રહ્યા છે. સાથે જ ફોરેક્સ (Foreign Exchange Reserves) અને સોનાના વધતા ભાવો પણ ભારતના બાહ્ય આર્થિક ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. નાણાંમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા બળતણ બચાવવા કરાયેલી અપીલનો હેતુ દેશને આવનારા વૈશ્વિક પડકારો માટે તૈયાર કરવાનો છે.

Advertisement

Advertisement

દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ ન થાય : Nirmala Sitharaman

નાણામંત્રી સીતારમણે કેટલાક લોકો પર દેશની આર્થિક સ્થિતિને લઈને ખોટી અને નકારાત્મક છબી ઉભી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે દેશના વિકાસ અને સકારાત્મક કામગીરીને અવગણીને નિરાશાજનક વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારતની હાલની મુશ્કેલીઓ મુખ્યત્વે બાહ્ય પરિબળો (External Factors)ને કારણે છે, જ્યારે દેશનું આંતરિક અર્થતંત્ર મજબૂત છે. આવી સ્થિતિમાં લોકોને ભયભીત કરવાની જગ્યાએ વિશ્વાસ જાળવવો વધુ જરૂરી છે.

MSMEs માટે મોટી ચિંતા

નાણામંત્રીએ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે MSMEs ને મળવાની આશરે ₹8.1 લાખ કરોડની બાકી ચૂકવણી હજુ અટવાઈ છે, જેના કારણે આ ઉદ્યોગોની વર્કિંગ કેપિટલ (Working Capital) અને વિકાસ પર ગંભીર અસર પડી રહી છે. તેમણે જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ને સ્પષ્ટ સૂચના આપી કે 45 દિવસથી વધુ સમય સુધી MSMEs ની ચૂકવણી અટકાવવી ન જોઈએ.

આ પણ વાંચો : EPFO New Rules 2026 : હવે ATM અને UPI દ્વારા પણ ઉપાડી શકાશે પીએફના નાણાં, જાણો કેવી રીતે?

Tags :
Advertisement

.

×