Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nita Ambani :વિશ્વ મંચ પર થશે ભારતના સંગીત, રંગભૂમિ, ભોજન અને પરંપરાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન

Nita Ambani Cultural Centre : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ ન્યૂયોર્ક શહેરમાં 12થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડ'નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ...
nita ambani  વિશ્વ મંચ પર થશે ભારતના સંગીત  રંગભૂમિ  ભોજન અને પરંપરાઓનું શ્રેષ્ઠ પ્રદર્શન
Advertisement

Nita Ambani Cultural Centre : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ ન્યૂયોર્ક શહેરમાં 12થી 14 સપ્ટેમ્બર, 2025 દરમિયાન 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડ'નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક મંચ પર રજૂ કરાશે, જેમાં સંગીત, નાટક, ફેશન, રાંધણકળા અને પરંપરાઓનો સમાવેશ થશે. 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડ'નું આયોજન લિંકન સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે કરાશે.

નીતા અંબાણીએ શું કહ્યું?

NMACCના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ આ પહેલ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં જણાવ્યું કે,"અમે ન્યૂયોર્ક શહેરમાં પ્રથમ વખત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ઇન્ડિયા વીકએન્ડનું આયોજન કરવા માટે ઉત્સાહિત છીએ.તે ભારતના સાંસ્કૃતિક વારસા,આપણી કલા, હસ્તકલા, સંગીત,નૃત્ય,ફેશનની વૈશ્વિક ઉજવણી માટે રચાયેલ છે. NMACC ખાતે અમારું વિઝન હંમેશા વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં પ્રદર્શિત કરવાનું અને ભારતની શ્રેષ્ઠ વસ્તુઓને વિશ્વ સમક્ષ લાવવાનું રહ્યું છે.આ ખાસ વીકેન્ડ આ સફરમાં આગળ વધવાનું પ્રથમ પગલું છે. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત સ્ટેજ પૈકીના એક એવા લિંકન સેન્ટર પર ભારતના જુસ્સાની ઉજવણી થવાની છે. હું ન્યૂ યોર્ક શહેર અને વિશ્વ સાથે આપણી સમૃદ્ધ પરંપરાઓ અને વારસો શેર કરવા માટે ઉત્સાહિત છું.

Advertisement

Advertisement

12 સપ્ટેમ્બરથી થશે શરૂઆત

આ ઇવેન્ટની શરૂઆત 12 સપ્ટેમ્બરે ડેવિડ એચ. કોચ થિયેટર ખાતે ભારતના સૌથી ભવ્ય નાટ્ય પ્રદર્શન ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ સિવિલાઇઝેશન ટુ નેશન’ના યુએસ પ્રીમિયર સાથે થશે. ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા નિર્દેશિત આ ભવ્ય નાટક ભારતની પ્રાચીન મૂળથી આધુનિક રાષ્ટ્ર સુધીની યાત્રાને દર્શાવશે, જેમાં નૃત્ય, કલા, ફેશન અને સંગીતનો સમન્વય છે. આ નાટકનું દિગ્દર્શન ફિરોઝ અબ્બાસ ખાને કર્યું છે અને તેમાં 100થી વધુ કલાકારો પરફોર્મ કરશે. સાથે જ આ નાટકમાં ભવ્ય સેટ્સ અને મનીષ મલ્હોત્રાના ડિઝાઈન કરેલા શાનદાર કોસ્ચ્યુમ જોવા મળશે. આ નાટકમાં સંગીત અજય-અતુલે આપ્યું છે અને તેના કોરિયોગ્રાફર મયુરી ઉપાધ્યાય, વૈભવી મર્ચન્ટ અને સમીર અર્શ તન્ના છે.

‘ગ્રાન્ડ સ્વાગત’ નામનો કાર્યક્રમ યોજાશે

ઉદ્ઘાટનની રાત્રે ‘ગ્રાન્ડ સ્વાગત’નામનો ખાસ માત્ર આમંત્રિત મહેમાનો માટેનો રેડ-કાર્પેટ કાર્યક્રમ યોજાશે. આ ભવ્ય ઇવેન્ટમાં મનીષ મલ્હોત્રા દ્વારા ક્યુરેટેડ સ્વદેશ ફેશન શો યોજાશે, જે ભારતની પરંપરાગત વણાટ અને હસ્તકલાને ઉજાગર કરશે. સાથે જ આ દરમિયાન મિશેલિન-સ્ટાર્ડ શેફ વિકાસ ખન્ના દ્વારા ભારતીય રસોઈની યાત્રા રજૂ કરવામાં આવશે, જે પ્રાચીનથી આધુનિક સમયના સ્વાદનો અહેસાસ કરાવશે.

ડેમરોશ પાર્કમાં યોજાશે ખાસ બજાર

લિન્કન સેન્ટરના ડેમરોશ પાર્કમાં એક ભવ્ય બજાર (Great Indian Bazaar)નું આયોજન કરવામાં આવશે, જે ભારતીય ફેશન, ટેક્સટાઇલ, સ્વાદ, સંગીત અને વેલનેસનો શાનદાર અનુભવ આપશે. આ ઉપરાંત દરરોજના કાર્યક્રમોની શરૂઆત ભજન, મંત્રોચ્ચાર અને ગીતાના પાઠથી કરાશે. આ સાથે જ વેલનેસ નિષ્ણાત એડી સ્ટર્ન દ્વારા યોગ વર્કશોપ અને શિયામક દાવરની ટ્રૂપ સાથે હાઇ-એનર્જી બોલિવૂડ ડાન્સ સેશન્સ યોજાશે

આ કલાકારો કરશે પરફોર્મ

વીકએન્ડ દરમિયાન શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ જેવા પ્રખ્યાત ભારતીય કલાકારોના લાઈવ સંગીત કાર્યક્રમો પણ યોજાશે. ખાસ કરીને 13 સપ્ટેમ્બરે પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા પરંપરાગત ગરબા અને ડાંડિયા રાસનું આયોજન કરવામાં આવશે. અંતિમ દિવસે, સિતારવાદક રિષભ શર્મા શાસ્ત્રીય અને સમકાલીન સંગીતનું મનમોહક મિશ્રણ રજૂ કરશે. ઈવેન્ટનું સમાપન ‘ફૂલોં કી હોળી’ સાથે થશે, જે ફૂલોથી ભરેલી રંગબેરંગી ઉજવણી હ

Tags :
Advertisement

.

×