Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh : 'મા ગંગાના આશીર્વાદથી કંઇ મોટુ નથી: ગૌતમ અદાણી

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભમાં મેળાની મુલાકાત કરી સહપરિવાર સાથે મહાકુંભમાં જોડાયા વિકાસના કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રહેશે મહાપ્રસાદમ સેવામાં લીધો હતો ભાગ Mahakumbh:ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)હાલમાં પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh)મેળાની મુલાકાતે છે. તેઓએ મેળામાં સેવા કા્ર્ય કરતા જોવા...
mahakumbh    મા ગંગાના આશીર્વાદથી કંઇ મોટુ નથી  ગૌતમ અદાણી
Advertisement
  • ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મહાકુંભમાં મેળાની મુલાકાત કરી
  • સહપરિવાર સાથે મહાકુંભમાં જોડાયા
  • વિકાસના કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રહેશે
  • મહાપ્રસાદમ સેવામાં લીધો હતો ભાગ

Mahakumbh:ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani)હાલમાં પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh)મેળાની મુલાકાતે છે. તેઓએ મેળામાં સેવા કા્ર્ય કરતા જોવા મળ્યા હતા. સહપરિવાર તેઓ મહાકુંભ પધાર્યા છે. અહીં આવીને ગંગા આરતીનો પણ લાભ લીધો. આ ઉપરાંત હનુમાનજી મંદિરમાં પણ આરતી કરતા જોવા મળ્યા હતા. ત્યારે મહાકુંભમાં આવીને કેવો અનુભવ થયો તે વિશે મીડિયા સમક્ષ ગૌતમ અદાણીએ અનુભવો રજૂ કર્યા હતા.

Advertisement

અદાણી પરિવારે કરી ગંગા આરતી

પ્રયાગરાજમાં ગંગા આરતી કર્યા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં મને જે અનુભવ થયો છે તે અદ્ભુત છે.હું દેશવાસીઓ વતી પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું અહીં જે મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય છે.મારા માટે માં ગંગાના આશીર્વાદથી મોટું કંઈ નથી.

Advertisement

વિકાસના કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રહેશે

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ યુપીના વિકાસને લઇને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અપાર તકો છે, તેની વસ્તી 27 કરોડ છે. અદાણી ગ્રુપ ઉત્તર પ્રદેશ સરકારના વિકાસ કાર્યોમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. અમે રાજ્યમાં અમારા રોકાણને મહત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ  વાંચો- બેરોજગારો માટે મહાકુંભમાં મોટો અવસર, 12 લાખ લોકોને રોજગાર મળી શકે છે

જીતના લગ્નને લઇને શું બોલ્યા ગૌતમ અદાણી ?

ગૌતમ અદાણીએ પુત્ર જીત અદાણીના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે જીતના લગ્ન 7 ફેબ્રુઆરીએ છે. અમારો આ પ્રસંગ સામાન્ય લોકોની જેમ છે. તેના લગ્ન ખૂબ જ સરળ અને સંપૂર્ણ પરંપરાગત રીતરિવાજો સાથે થશે.

આ પણ  વાંચો- બ્રિટને ભારતમાં જેટલી લૂંટ કરી છે તેટલામાં અમેરિકા, ચીન, જાપાન જેવા 5 દેશ બની શકે

મહાપ્રસાદમ સેવામાં લીધો હતો ભાગ

અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ અદાણી ગ્રુપ અને ઈસ્કોનના સહયોગથી ચલાવવામાં આવી રહેલા રસોડામાં પણ પહોંચ્યા હતા,જ્યાં ભક્તો માટે દરરોજ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી રસોડામાં પહોંચીને મહાપ્રસાદની સેવામાં ભાગ લીધો હતો અને પોતે મહાપ્રસાદ તૈયાર કર્યો હતો. આ દરમિયાન તેમની સાથે ઈસ્કોનના સભ્યો પણ હાજર હતા.

Tags :
Advertisement

.

×