ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GST Registration: હવે માત્ર 7 દિવસમાં મળશે GST Number, નાણા મંત્રાલયે બહાર પાડી નવી Guidelines

કેન્દ્ર સરકારે GST Registration ખૂબ જ સરળ બનાવી દીધું છે. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. હવે વેપારીઓને માત્ર 7 જ દિવસમાં મળશે GST નંબર.
01:03 PM Apr 19, 2025 IST | Hardik Prajapati
કેન્દ્ર સરકારે GST Registration ખૂબ જ સરળ બનાવી દીધું છે. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. હવે વેપારીઓને માત્ર 7 જ દિવસમાં મળશે GST નંબર.
GST number in 7 days, Gujarat First,

New Delhi: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (Central Board of Indirect Taxes and Customs-CBIC)એ GST Registration અરજીઓની પ્રક્રિયા કરવા માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે. જેના અનુસાર વેપારીઓને માત્ર 7 દિવસમાં GST રજિસ્ટ્રેશન નંબર મળશે. જ્યારે જટીલ જણાતા કિસ્સામાં 30 દિવસની જીએસટી નંબર મળશે. સરકારના આ નિર્ણયને વેપારીઓ આવકારી રહ્યા છે.

જટિલ કિસ્સામાં 30 દિવસ લાગશે

GST Registration દરમિયાન અરજદારોને પડતી સમસ્યાઓ અંગે CBIC ને ઘણી ફરિયાદો મળતી રહી છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે GST નોંધણી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલા વધારાના દસ્તાવેજો સંબંધિત હતી. ફરિયાદોના નિવારણ અને GST Registration ને સરળ બનાવવા માટે, CBIC એ નવી માર્ગદર્શિકા જારી કરી છે. જે અનુસાર હવે વેપારીઓને માત્ર 7 દિવસમાં GST રજિસ્ટ્રેશન નંબર મળશે. જ્યારે જટીલ જણાતા કિસ્સામાં 30 દિવસની જીએસટી નંબર મળશે. આ કિસ્સામાં ફિઝિકલ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થશે.

આ પણ વાંચોઃ  Gold ની જેમ આ વસ્તુના વધશે ભાવ,વેદાંતના અનિલ અગ્રવાલે આપ્યા સંકેત

અધિકારીઓને અપાઈ કડક સૂચના

GST Registration સરળ બનાવવા માટે અધિકારીઓને કેટલીક સૂચનાઓ અપાઈ છે. જેમાં લિસ્ટેડ ડોક્યુમેન્ટ સિવાયના દસ્તાવેજો માંગવાની જરૂર હોય તેવા ચોક્કસ કેસોમાં સંબંધિત નાયબ/સહાયક કમિશનર પાસેથી મંજૂરી લેવાની સૂચના પણ આપવામાં આવી છે. સરકારી એજન્સી દ્વારા મુખ્ય કમિશનરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નજીકથી નજર રાખે અને જ્યાં જરૂર હોય ત્યાં જરૂરી વેપાર સૂચનાઓ જારી કરવા માટે સિસ્ટમ ડેવલપ કરે. આ સૂચનાઓનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રક્રિયાથી GST Registrationની પ્રક્રિયા વધુ સરળ બનશે.

આ પણ વાંચોઃ  Toll Plaza :સેટેલાઇટ આધારિત ટોલિંગ સિસ્ટમ અંગે NHAIએ કરી સ્પષ્ટતા

Tags :
CBIC instructions to officialsCBIC new guidelinesComplicated GST casesDeputy/Assistant Commissioner approvalFinance Ministry guidelinesGST for tradersGST number delayGST number in 7 daysGST registrationGST registration complaintsGST registration documentsGST Registration ProcessGST verification processGujarat FirstGUJARAT FIRST NEWSOnline GST registration IndiaPhysical document verificationSimplified GST registration
Next Article