Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

NSE IPO Approval : નેશનલ સ્ટોક એક્સચેન્જના IPO ને બોર્ડની મંજૂરી

ભારતીય શેરબજારમાં જેની દાયકાથી રાહ જોવાતી હતી તે ઘડી હવે આવી ગઈ છે. NSE ના બોર્ડે લિસ્ટિંગ માટે લીલીઝંડી આપીને રોકાણકારોમાં ભારે ઉત્તેજના જગાવી છે. બોર્ડની આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો માત્ર એક્સચેન્જ માટે જ નહીં, પણ આખા માર્કેટ માટે દિશા બદલનારા સાબિત થઈ શકે છે. શું આ IPO ખરેખર ભારતીય બજારના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે? જાણો શું છે આગળનો પ્લાન.
nse ipo approval   નેશનલ સ્ટોક એક્સચેન્જના ipo ને બોર્ડની મંજૂરી
Advertisement
  • 6 ફેબ્રુઆરીની મહત્વની બોર્ડ મીટિંગમાં લેવાયો સૌથી મોટો નિર્ણય ( NSE IPO Approval  )
  • નેશનલ સ્ટોક એક્સચેન્જના લિસ્ટિંગ માટે બોર્ડે આપી લીલી ઝંડી
  • લાંબા સમયના ઇંતજાર બાદ NSE શેરબજારમાં પ્રવેશવા સજ્જ
  • હવે SEBI પાસે મંજૂરી અને DRHP ફાઈલ કરવાની પ્રક્રિયા થશે તેજ
  • રોકાણકારો માટે વર્ષનો સૌથી પ્રતિક્ષિત IPO બની રહેશે NSE

ભારતીય શેરબજારના (Indian Stock Market) રોકાણકારો માટે લાંબા સમયથી પ્રતિક્ષિત એવા મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (National Stock Exchange - NSE) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આખરે આઈપીઓ (Initial Public Offering - IPO) લાવવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં (Board Meeting) લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયથી શેરબજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

 NSE IPO Approval  : IPO માટેનો માર્ગ મોકળો

બોર્ડની આ મંજૂરી સાથે જ હવે NSE ના લિસ્ટિંગની (Listing) પ્રક્રિયા તેજ બનશે. કંપની હવે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (Draft Red Herring Prospectus - DRHP) ફાઈલ કરવા અને માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) સાથેની પ્રક્રિયાઓને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ IPO માત્ર ભારતનો જ નહીં, પરંતુ એશિયાના સૌથી મોટા લિસ્ટિંગમાંનું એક હોઈ શકે છે.

Advertisement

રોકાણકારો માટે મોટી તક

લાંબા સમયથી લિસ્ટિંગ માટે પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ કેટલાક નિયમનકારી અવરોધોને કારણે તેમાં વિલંબ થયો હતો. હવે બોર્ડની હરી ઝંડી મળતા ગ્રે માર્કેટમાં (Grey Market) પણ NSE ના શેરના ભાવમાં ઉછાળો જોવા મળી શકે છે. બોર્ડ હવે આગામી દિવસોમાં આઈપીઓની સાઈઝ, પ્રાઇસ બેન્ડ અને ઇશ્યૂ ડેટ (Issue Date) અંગે ચર્ચાઓ હાથ ધરશે.

Advertisement

સમાચાર અપડેટ થઇ રહ્યા છે...

આ પણ વાંચો:  RBI Repo Rates: રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી, જાણો RBI MPCના મુખ્ય નિર્ણયો વિશે

Tags :
Advertisement

.

×