Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ટ્રમ્પના ભાષણથી Crude Oil ના ભાવ 4% થી વધુ ઉછળ્યા, ભારતમાં મોંઘવારી વધવાની આશંકા

Crude Oil Prices on 02 April 2026: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ બાદ ખનીજતેલ (Crude Oil) ની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખનીજતેલની કિંમતો 4.26 ટકા જેટલી ઉછળ્યા બાદ 104.294 ડોલર પ્રતિ બેરલ પર તેનો ભાવ પહોંચ્યો છે.
ટ્રમ્પના ભાષણથી crude oil ના ભાવ 4  થી વધુ ઉછળ્યા  ભારતમાં મોંઘવારી વધવાની આશંકા
Advertisement

. ટ્રમ્પના ભાષણના ગણતરીના સમયમાં જ ક્રૂડ ઓઈલ 104 ડોલર અને બ્રેંટ ક્રૂડ 106 ડોલરને પાર કરી ગયું
. ઈરાન સાથેના તણાવમાં ઘટાડો થતા હજુ 2-3 સપ્તાહ લાગવાની શક્યતાએ બજારમાં તેજીનો માહોલ બનાવ્યો છે
. ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાતા ભારતમાં કોમર્શિયલ LPG અને પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

Crude Oil Prices on 02 April 2026: ખનીજતેલ (Crude Oil) ની કિંમતોમાં આજે એટલે કે 2 એપ્રિલ, 2026ના રોજ ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ ઘણો મોટો ઉછાળો આવ્યો છે. ઈરાન યુદ્ધ (Iran War) પર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આજે અમેરિકાની જનતાને સંબોધિત કરી છે. તેમાં ટ્રમ્પે કહ્યુ છે કે તેમના યુદ્ધના લક્ષ્ય ઘણી હદે પુરા થઈ ચુક્યા છે. તેમના સંબોધન પહેલા ખનીજતેલની કિંમતોમાં રેકોર્ડ કડાકો નોંધાયો હતો. પરંતુ જેવું ભાષણ સમાપ્ત થયું તેવું જ ખનીજતેલની કિંમતોમાં તુરંત 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને ત્યારથી જ તેમાં ઉછાળાની સ્થિતિ ચાલુ છે, જે હવે 4.26 ટકા પર પહોંચી ચુક્યો છે અને આગળ પણ તેજી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Trump Address : ઈરાનમાં 'શાસન પરિવર્તન' ના સંકેત? Trump એ કહ્યું- "બધા પત્તા હવે અમારા હાથમાં છે"

2 એપ્રિલ, 2026ના રોજ ખનીજતેલ (Crude Oil) ની કિંમતો

. આજે ખનીજતેલ (Crude Oil) ની કિંમતોમાં 4.26 ટકાની તેજી બાદ 104.294 ડોલર પ્રતિ બેરલ પર તેનો ભાવ પહોંચ્યો હતો. ત્યારે બ્રેંટ ક્રૂડની કિંમત 5 ટકાથી વધુની તેજી બાદ 106.177 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો.

. ટ્રમ્પ (Trump) ના નિવેદન બાદ ખનીજતેલ (Crude Oil) માં લાગેલી આગ ક્યારે બુઝશે?

. ઈરાન યુદ્ધ (Iran War) પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે સંકેત આપ્યા છે કે તણાવ જલ્દીથી સમાપ્ત થઈ જશે, પરંતુ તેમણે એ પણ કહ્યુ છે કે તેમાં પણ બેથી ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે.

. તેમના આ નિવેદન બાદ ખનીજતેલ (Crude Oil) ની કિંમતોમાં ઉછાળો ચાલુ છે.

. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ કહ્યુ છે કે જ્યારે આ તણાવ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે, એટલે કે જ્યારે અમેરિકાની સેના ઈરાન યુદ્ધમાંથી બહાર આવી જશે, ત્યારે ખનીજતેલની કિંમતોમાં ફરીથી ઘટાડો થઈ શકે છે.

. જ્યારથી અમેરિકા-ઈઝરાયલ (US - Israel) અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે, ત્યારથી જ ખનીજતેલ (Crude Oil) ની કિંમતો પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી ચુકી છે.

. હોર્મૂઝ સ્ટ્રેટ (hormuz strait) બંધ થવાના કારણે ભારત સહીત ઘણાં દેશોમાં ખનીજતેલની સપ્લાઈ બાધિત થઈ છે.

. ગત બે દિવસોથી શાંતિની આશાને કારણે ખનીજતેલ (Crude Oil) ની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ભારત (India) પર શું થશે અસર?

વૈશ્વિક બજારમાં ખનીજતેલ (Crude Oil) ની કિંમતો વધવાની અસર ભારત સહીત અન્ય ઘણાં દેશોમાં પણ જોવા મળી રહી છે. ખનીજતેલ (Crude Oil) અને ગેસ (Natural Gas) ના જહાજોની સપ્લાઈ મર્યાદીત થવાને કારણે ભારતમાં કમર્શિયલ ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરોના ભાવમાં સતત વધારો કરાઈ રહ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં પણ ઉછાળો આવી રહ્યો છે. જો કે ઘરેલુ વપરાશકારો પર દબાણની અસર થાય નહીં, તેના માટે સરકારે ઘરેલુ ઉપયોગમાં લેવાતા એલપીજી (LPG) સિલિન્ડરોની કિંમતોમાં કોઈ પરિવર્તન કર્યું નથી.

આ પણ વાંચો: Israel-Iran War: ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કારણ

Tags :
Advertisement

.

×