Gold and silver prices: સોના-ચાંદીના ભાવમાં બ્રેક વગરની સ્પીડ, ચેક કરો તમારા શહેરમાં શું છે કિંમત?
- Gold and silver prices: સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી
- આજે ચાંદીમાં ફરી 2 હજારથી વધુનો વધારો
- સોનામાં પણ નોંધપાત્ર વધ્યા ભાવ
Gold and silver prices: દિવસે ને દિવસે સોના-ચાંદીનો ભાવ નવી ઊંચાઈ પાર કરી છે. ત્યારે આજે પણ ભાવ (Price) માં ધરખમ વધારો નોંધાયો છે. ચાંદીની વાત કરીએ તો, કિલોગ્રામ ચાંદીમાં 2 હજાર 346 રૂપિયા વધ્યા છે. આ સાથે કિલો ચાંદીનો નવો ભાવ 2 લાખ 43 હજાર 670 રૂપિયાએ પહોંચ્યો છે.
Gold and silver prices: સોનાનો ભાવ
ચાંદી સાથે સોનું પણ ભાવમાં નવી સપાટી નોંધાવી રહ્યું છે. 10 ગ્રામ સોનામાં 293 રૂપિયાનો ઉછાળો થયો છે. આ સાથે જ 10 ગ્રામ સોનાનો નવો ભાવ 1 લાખ 37 હજાર 729 રૂપિયાએ પહોંચી ગયો છે.
આ પણ વાંચો------- વિશ્વભરમાં ભારતના અર્થતંત્રની ગતિ તેજ, UN નો અહેવાલ સામે આવ્યો
આમ દિવસેને દિવસે સોના-ચાંદીનો ભાવ વધી રહ્યો છે. આ ભાવને જોતા લગ્નની સિઝન (Wedding season) માં લોકો ઘરેણાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. આગ ઝરતી તેજી સાથે સોનું-ચાંદી ખરીદવું સામાન્ય માણસ માટે સપનું બન્યું છે.
જાણો તમારા શહેરમાં શું છે ભાવ ?
| શહેર | સોનાનો ભાવ (રૂ.) | ચાંદીનો ભાવ (રૂ.) |
|---|---|---|
| પટના | 1,38,280 | 2,45,730 |
| જયપુર | 1,38,340 | 2,45,830 |
| કાનપુર | 1,38,390 | 2,45,930 |
| લખનઉ | 1,38,310 | 2,45,660 |
| ભોપાલ | 1,38,420 | 2,45,660 |
| ઇન્દોર | 1,38,420 | 2,45,660 |
| ચંડીગઢ | 1,38,270 | 2,45,600 |
| રાયપુર | 1,38,210 | 2,45,500 |
ઉપર આપેલા આંકડા મુજબ રાયપુરમાં સોનાનો ભાવ સૌથી ઓછો એટલે કે, 1 લાખ 38 હજાર 210 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે ભોપાલ (Bhopal) અને ઈંદોર (Indore) માં 10 ગ્રામ સોનાનો ભાવ સૌથી વધુ એટલે કે, 1 લાખ 38 હજાર 420 રૂપિયા ચાલી રહ્યો છે.
ચાંદીની વાત કરવામાં આવે તો, રાયપુરમાં 2 લાખ 45 હજાર 500 રૂપિયા ચાલી રહી છે. ભોપાલ અને ઈન્દોરમાં 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ 45 હજાર 860 રૂપિયા નોંધાયો છે.
આ પણ વાંચો-------Home Loan: 2026માં વધુ સસ્તી લોનની આશા, RBI રેપો રેટમાં વધુ 50 બેસિસ પોઈન્ટ ઘટાડે તેવી સંભાવના
આ પણ વાંચો-------સુપ્રીમ કોર્ટનો પગાર મર્યાદા વધારવા માટે સરકારને આદેશ, 4 મહિનામાં નિર્ણયની સૂચના!


