Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor અને ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેરમાં ઉછાળા પર એક તાર્કિક વિશ્લેષણ

Operation Sindoor માં સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આકાશતીર બનાવનાર ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેરમાં Operation Sindoor બાદ વ્યાપક ઉછાળો જોવા મળી રહ્યો છે. Operation Sindoor અને BEL ને સાંકળતું તાર્કિક વિશ્લેષણ વાંચો વિગતવાર.
operation sindoor અને ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ  bel  ના શેરમાં ઉછાળા પર એક તાર્કિક વિશ્લેષણ
Advertisement
  • Operation Sindoor માં સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીરે મહત્વની ભૂમિકા ભજવી હતી
  • આકાશતીરનું નિર્માણ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે
  • માત્ર 12 દિવસમાં BEL ના શેરમાં 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે

Operation Sindoor : 22 મી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ ભારતે ઓપરેશન સિંદૂરથી આપ્યો હતો. ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આકાશતીરનું નિર્માણ કરે છે ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) નામક સરકારી સંરક્ષણ કંપની. હવે ઓપરેશન સિંદૂર બાદ આ કંપનીના શેરમાં વ્યાપક ઉછાળો જોવા મળ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ આ કંપનીના નફામાં પણ વધારો થયો છે.

આકાશતીરની કામગીરી

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના દરેક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. હવાઈ હુમલામાં પાકિસ્તાને ડ્રોનનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. જેમાં તુર્કીયેમાં બનેલા ડ્રોનનો પણ સમાવેશ થતો હતો. આ ડ્રોનને ભારતની સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીર દ્વારા હવામાં જ નષ્ટ કરવામાં આવ્યા હતા. તે આર્મી અને એરફોર્સ બંનેના રડાર સાથે જોડાયેલ છે. આ સીસ્ટમ હવામાં થતી હલચલથી સતર્ક બની જાય છે અને મિત્ર તેમજ દુશ્મન વચ્ચેનો તફાવત ઓળખીને જણાવી શકે છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ 100% ચોકસાઈ સાથે કામ કરતી હતી. તેથી જ આકાશતીર બનાવતી કંપની ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેર વધ્યા છે.

Advertisement

BEL ના શેરમાં ઉછાળો

આકાશતીરનું નિર્માણ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર પછી તેના શેરમાં ભારે ઉછાળો આવ્યો છે. 8 મેના રોજ આ કંપનીના શેરનો ભાવ 307.15 રૂપિયા હતો. ગઈકાલે 19 મેના સોમવારના રોજ આ કંપનીનો શેર રૂ. 363.55 પર બંધ થયો હતો. આમ માત્ર 12 દિવસમાં BEL ના શેરમાં 18 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. જો છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો એક વર્ષમાં કંપનીનું વળતર 30 ટકાથી વધુ રહ્યું છે. જો આપણે 5 વર્ષના વળતરની વાત કરીએ, આ શેરે બહુ નફો કમાવી આપ્યો છે. 5 વર્ષમાં તેનું વળતર લગભગ 1600 ટકા રહ્યું છે. જો તમે 5 વર્ષ પહેલાં આ સંરક્ષણ કંપનીના 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત, તો આજે તેમની કિંમત 17 લાખ રૂપિયાથી વધુ હોત.

Advertisement

નાણાકીય વર્ષ 24-25ના છેલ્લા કવાર્ટરમાં BEL ની કમાણી

BEL દ્વારા ગઈકાલે સોમવારે નાણાકીય વર્ષ 24-25ના છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ જણાવ્યું છે કે તેનો ચોખ્ખો નફો 18% વધીને રૂ. 2,127 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે 1,797 કરોડ રૂપિયા હતો. કંપનીની આવક 7% વધીને રૂ. 9,150 કરોડ થઈ. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન તે 8,564 કરોડ રૂપિયા હતી. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 24-25 માટે પ્રતિ શેર રૂ.0.90 ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીનું માર્કેટ કેપ 2,65,162.23 કરોડ રૂપિયા જેટલું છે.

Bharat Electronics Limited (BEL) Gujarat First-

Bharat Electronics Limited (BEL) Gujarat First-

આ પણ વાંચોઃ આર્થિક મોરચે ભારત માટે ખરાબ સમાચાર! રેટિંગ એજન્સી ICRA એ દેશના GDP વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો

ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) વિષયક

ભારતના Operation Sindoor માં સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી આકાશતીરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આકાશતીરનું નિર્માણ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે. BEL એક સરકારી કંપની છે જે એરોસ્પેસ, સેટેલાઈટ કોમ્યુનિકેશન અને સંરક્ષણ ક્ષેત્રોના ઉપકરણો તૈયાર કરે છે. આ કંપનીમાં ભારત સરકારનો 51% હિસ્સો છે. ઉપરાંત LIC પાસે 7.5% હિસ્સો છે અને બેન્ક ઓફ બરોડા પાસે 4% હિસ્સો છે. આ કંપનીની સ્થાપના 1954માં થઈ હતી. કંપનીનું મુખ્ય મથક બેંગાલુરુમાં છે, પરંતુ તેના યુનિટ્સ દેશના ઘણા શહેરો ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં પણ છે. જેમાં અમેરિકા, સિંગાપોર, વિયેતનામ વગેરેનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ 7 થી 10 મે સુધી ચાલ્યો હતો. આ સમયગાળા દરમિયાન ભારતના સ્વદેશી શસ્ત્રો અને અન્ય સંરક્ષણ સંબંધિત પ્રણાલીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. આપણી સ્વદેશી પ્રણાલીઓએ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ પાકિસ્તાનને મદદ કરતા તુર્કીયે અને ચીનના શસ્ત્રોનો પણ નાશ કર્યો. આ પછી ભારતના સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓમાં તેજી આવી છે. જેમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ  IMF પાસેથી લોન લેવામાં પાકિસ્તાન કયા ક્રમે છે ? દેવાળીયા દેશને નાણાં અપાવવામાં કોની ભૂમિકા મહત્વપૂર્ણ છે ?

Tags :
Advertisement

.

×