સવારે 6 વાગ્યે એક ઈમેલ આવ્યો અને એક જ ઝાટકે 12,000 ભારતીયો બેરોજગાર
ટેક જગતની દિગ્ગજ અમેરિકન કંપનીએ લીધેલા એક આકરા નિર્ણયથી હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે. વહેલી સવારે આવેલા એક રહસ્યમય ઈમેલે કર્મચારીઓની ઊંઘ ઉડાડી દીધી અને સિસ્ટમ પણ લોક કરી દેવામાં આવી. કંપનીના આંતરિક માળખામાં થઈ રહેલા મોટા ફેરફારો અને નવી ટેકનોલોજીના આગમન પાછળ છુપાયેલું અસલી કારણ શું છે તે જાણવું દરેક નોકરીયાત માટે અનિવાર્ય બન્યું છે.
Advertisement
- Oracle કંપનીમાં છટણીનો હાહાકાર: 12,000 ભારતીયોની નોકરી ગઈ!
- ટેક જાયન્ટ ઓરેકલે ભારત સહિત વૈશ્વિક સ્તરે શરૂ કરી મોટી છટણી
- સવારના 6 વાગ્યે આવેલા એક ઈમેલથી હજારોના સિસ્ટમ એક્સેસ બંધ
- કંપનીના ગ્લોબલ રિસ્ટ્રક્ચરિંગમાં કુલ 30,000 કર્મચારીઓ નિશાન પર
- AI અને ઓટોમેશનના વધતા પ્રભુત્વને કારણે લેવાયો આકરો નિર્ણય
- બેંગલુરુ જેવા આઈટી હબમાં પ્રોફેશનલ્સ વચ્ચે ભારે ફફડાટ અને રોષ
અમેરિકન ટેક જાયન્ટ ઓરેકલ (Oracle) દ્વારા લેવામાં આવેલા એક ચોંકાવનારા નિર્ણયમાં ભારત સહિત વૈશ્વિક સ્તરે મોટા પાયે કર્મચારીઓની છટણી (Layoffs) કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, ઓરેકલ તેની ગ્લોબલ રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયાના ભાગરૂપે લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કરી રહી છે, જેમાંથી સૌથી વધુ પ્રભાવિત ભારતીય કર્મચારીઓ (Indian IT Employees) થયા હોવાનું મનાય છે. ભારતમાં અંદાજે 12,000 થી વધુ પ્રોફેશનલ્સને રાતોરાત નોકરીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

