Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan Share Market crash : ભારતના ડરથી પાકિસ્તાનમાં શેરબજાર કડડભૂસ

વડાપ્રધાન મોદીની ખુલ્લી છૂટથી પાકિસ્તાનને વળ્યો પરસેવો! પાકિસ્તાન શેરબજારમાં રોકાણકારોને ફીણ વળી ગયા! ભારતના ડરથી પાકિસ્તાનમાં શેરબજાર ગયું તળિયે એક જ દિવસમાં પાક. શેરબજાર 3,700 પોઈન્ટ તૂટ્યું પાકિસ્તાનમાં લોકો શેર વેચીને ભાગી રહ્યાં છે Pakistan Share Market : જમ્મુ...
pakistan share market crash   ભારતના ડરથી પાકિસ્તાનમાં શેરબજાર કડડભૂસ
Advertisement
  • વડાપ્રધાન મોદીની ખુલ્લી છૂટથી પાકિસ્તાનને વળ્યો પરસેવો!
  • પાકિસ્તાન શેરબજારમાં રોકાણકારોને ફીણ વળી ગયા!
  • ભારતના ડરથી પાકિસ્તાનમાં શેરબજાર ગયું તળિયે
  • એક જ દિવસમાં પાક. શેરબજાર 3,700 પોઈન્ટ તૂટ્યું
  • પાકિસ્તાનમાં લોકો શેર વેચીને ભાગી રહ્યાં છે

Pakistan Share Market : જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાની પાકિસ્તાનના શેરબજાર પર (Pakistan Share Market)અસર જોવા મળી. આજે પાકિસ્તાનના શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાની શેરબજાર ક્રેશ થયું છે. કરાચી 100 (KSE) ઇન્ડેક્સ 2.19 ટકા અથવા 3,700 પોઈન્ટથી વધુ ઘટ્યો. પાકિસ્તાનનું શેરબજાર આજે ક્રેશ (Stock market crash)થતા રોકાણકારો રાતા પાણીએ રોયા. બજારના નિષ્ણાતોનું કહેવુ છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે તેવા ભયના માહોલના કારણે શેરબજારમાં આટલો મોટો ઘટાડો નોંધાયો.

પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડો

પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર હુમલો કરતા 27 લોકોના મોત બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી. ગત સપ્તાહથી જ ભારતે પહેલગામ હુમલા પર પાકિસ્તાન સામે આકરા નિર્ણયો લીધા હતા. ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાંને કારણે 24 એપ્રિલના રોજથી પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડો ચાલુ થયો હતો. અને આજે બજાર ધડામ દઈને ક્રેશ થતા 3,700 પોઈન્ટ ઘટાડો નોંધાયો.

Advertisement

પાકિસ્તાની રોકાણકારોમાં ડરનો માહોલ

શેરબજારમાં જોવા મળતા સતત ઘટાડાને લઈને પાકિસ્તાનનું માનવું છે કે ભારતીય સેના 36 કલાકની અંદર પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટું પગલું લે તેવી સંભાવના છે. જેના કારણે પાકિસ્તાની રોકાણકારો બજારમાં ભારે વેચવાલી કરી રહ્યા છે અને બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કરાચી 100 ઇન્ડેક્સ 120,000 થી ઘટીને 112,338.16 પર આવી ગયો છે.

Advertisement

આ પણ  વાંચો -Stock Market : શેરબજાર ફ્લેટમાં બંધ,સેન્સેક્સ-નિફ્ટીમાં સામાન્ય વધારો

પાકિસ્તાનનો GDP વૃદ્ધિ દર 3% થી ઘટાડી

ભારત દ્વારા કડક નિર્ણયો લેવા ઉપરાંત IMF એ પણ નાણાકીય વર્ષ 25 માટે પાકિસ્તાનનો GDP વૃદ્ધિ દર 3% થી ઘટાડીને 2.6% કર્યો હોવાના કારણે બજાર નરમ પડયું છે, રોકાણકારોનો વિશ્વાસ નબળો પડતા શેરબજાર ગત સપ્તાહથી સતત ઘટી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનના વચ્ચેના તણાવ ઘટશે નહીં ત્યાં સુધી પાકિસ્તાનના શેરબજારમાં વધુ નબળાઈ જોવા મળી શકે છે. પાકિસ્તાનમાં શેરબજારમાં કડાકો બોલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં છેલ્લા બે દિવસથી શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ  વાંચો -Pakistan Stock Market : એક સપ્તાહમાં પાકિસ્તાનના રોકાણકારોને હજારો કરોડોનું નુકસાન

પાકિસ્તાનના નેતાઓ અને લોકોમાં  ભયનો માહોલ

જણાવી દઈએ કે પહલગામની ઘટનાના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરમાં ઠેર-ઠેર આંતકવાદીઓને પાઠ ભણાવવા અને કડક કાર્યવાહીની માગ ઉઠી છે. લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે આ વખતે આતંકના પોષનારા પાકિસ્તાનને માફ કરવામાં ના આવે. પ્રધાનમંત્રી મોદી પણ આ મુદ્દે ભારતની ત્રણેય સેનાના વડાઓ અને મંત્રીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેના બાદ ભારતની ત્રણેય સેનાના આ મામલે કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી હોવાનું સમાચારોમાં સામે આવ્યું છે. આ સમાચારોને પગલે પાકિસ્તાનના રાજનેતાઓ અને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો.

Tags :
Advertisement

.

×