Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PAN Card New Rules: 1 મે પહેલા કરી લો આ કામ, નહીંતર બેંક એકાઉન્ટ થઈ જશે બ્લોક!

PAN Card New Rules મુજબ 1 મે, 2026થી પાન કાર્ડ અને આધાર લિંકિંગ ફરજિયાત બનશે. લિંક ન હોય તેવા કાર્ડ નિષ્ક્રિય થશે અને વ્યવહારો પર ડબલ TDS લાગશે. ₹50,000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે વેરિફિકેશન અનિવાર્ય છે, જ્યારે ખોટી માહિતી આપવા બદલ ₹10,000 સુધીનો દંડ થઈ શકે છે. સરકાર હવે ડિજિટલ e-PAN ને વધુ પ્રોત્સાહન આપી રહી છે.
pan card new rules  1 મે પહેલા કરી લો આ કામ  નહીંતર બેંક એકાઉન્ટ થઈ જશે બ્લોક
Advertisement
  • 1 મે 2026થી નવા PAN Card નિયમો થશે લાગુ
  • આધાર સાથે લિંક ન હોય તો કાર્ડ થશે નિષ્ક્રિય
  • ડબલ રેટથી TDS અને ₹1,000ના દંડની જોગવાઈ
  • ખોટી માહિતી આપનારને ₹10,000સુધીનો દંડ
  • ₹50,000વધુના વ્યવહાર માટે વેરિફિકેશન ફરજિયાત

આવકવેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 1 મે, 2026થી નવી ગાઈડલાઈન્સ (New Guidelines) સખત રીતે લાગુ કરવામાં આવશે. આ નિયમો હેઠળ સૌથી મહત્વની બાબત પાન-આધાર લિંકિંગ (PAN-Aadhaar Linking) છે. જે યુઝર્સે હજુ સુધી પોતાનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી કર્યું, તેમનું કાર્ડ 'ઇનઓપરેટિવ' (Inoperative) એટલે કે નિષ્ક્રિય થઈ જશે. એકવાર કાર્ડ નિષ્ક્રિય થયા પછી, તમે કોઈ પણ બેંક ખાતું ખોલી શકશો નહીં કે શેરબજારમાં રોકાણ કરી શકશો નહીં.

Income tAX

Advertisement

PAN Card New Rules : ડબલ TDS અને દંડની જોગવાઈ

નવા નિયમો મુજબ, જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય હોય અને તમે કોઈ નાણાકીય વ્યવહાર કરો છો, તો તેના પર લાગતો ટીડીએસ (TDS) સામાન્ય દર કરતા બમણો કાપવામાં આવશે. આ ઉપરાંત, આવકવેરા વિભાગે હવે વેરિફિકેશન સિસ્ટમને વધુ ઓટોમેટેડ બનાવી છે. જો કોઈ પણ સરકારી કે બેંકિંગ ફોર્મમાં જાણીજોઈને ખોટો પાન નંબર ભરવામાં આવશે, તો આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ ₹10,000 સુધીનો રોકડ દંડ (Fine) ફટકારવામાં આવી શકે છે.

Advertisement

PAN Card New Rules : કેશ ટ્રાન્ઝેક્શન પર નજર

1 મેથી ₹50,000થી વધુના કોઈ પણ રોકડ જમા અથવા ઉપાડ (Cash Deposit/Withdrawal) માટે પાન કાર્ડનું વેરિફિકેશન ફરજિયાત બનશે. આટલું જ નહીં, જ્વેલરીની ખરીદી અને વિદેશી ચલણના વ્યવહારો પર પણ પાન કાર્ડના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. સરકાર હવે ફિઝિકલ કાર્ડને બદલે ઈ-પાન [e-PAN] ને વધુ મહત્વ આપી રહી છે, જે ડિજિટલ રીતે તરત જ જનરેટ કરી શકાય છે.

Business News- pan card

નિષ્ક્રિય પાન કેવી રીતે એક્ટિવ કરવું?

જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય, તો તેને ફરીથી સક્રિય કરવા માટે તમારે ₹1,000ની લેટ ફી (Late Fee) ચૂકવવી પડશે અને તેને આધાર સાથે લિંક કરવું પડશે. જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કાર્ડ ફરીથી એક્ટિવ થવામાં 30 દિવસ જેટલો સમય લાગી શકે છે. તેથી, 1 મે પહેલા જ તમારા દસ્તાવેજોની ચકાસણી કરી લેવી હિતાવહ છે.

આ પણ વાંચો : Digital Will: હવે જમીન-મકાનની જેમ ફેસબુક અને વોટ્સએપ પણ વારસામાં આપી શકાશે!

Tags :
Advertisement

.

×