શેર બજારમાં અજીબોગરીબ કિસ્સો, PM મોદીની એક ચોકલેટ ભેટથી Parle Industries ના Share માં લાગી ગઈ અપર સર્કિટ!
- Parle Industries Share Price: પાર્લેના શેર પ્રાઈઝમાં ઉછાળો
- ગ્લોબલ મંચ પર વાયરલ થયેલી 'મેલોડી ડિપ્લોમસી'ની સીધી અસર
- કંપનીના શેરમાં અચાનક 5 ટકાની અપર સર્કિટ લાગી ગઈ
- મેલોનીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ રોકાણકારોમાં ખરીદીનું ભારે તોફાન
Parle Industries Share Price: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Giorgia Meloni) ને મેલોડી ટોફી ગિફ્ટ કર્યાનો વીડિયો વાયરલ થતાં જ શેર બજારમાં ભારે હલચલ મચી ગઈ છે. બુધવારે ટ્રેડિંગ સેશન (Trading Session) દરમિયાન પાર્લે ઇન્ડસ્ટ્રીઝ (Parle Industries) ના શેરના ભાવમાં 5 ટકાનો મોટો ઉછાળો આવ્યો હતો. આ નાની કંપનીનો શેર વધીને 5.25 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો હતો. અને તેમાં અપર સર્કિટ (Upper Circuit) લાગી ગઈ હતી.
રોકાણકારોને થઈ મોટી ગેરસમજ (Big Misunderstanding by Investors)
આ અદભુત તેજી પાછળ શેર બજારના રોકાણકારોની એક બહુ મોટી ગેરસમજ જવાબદાર છે. જે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે, તે પાર્લે ઇન્ડસ્ટ્રીઝ વાસ્તવમાં મેલોડી કે પાર્લે-જી બિસ્કિટ બનાવતી નથી. આ લિસ્ટેડ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ (Real Estate) ના બિઝનેસ સાથે જોડાયેલી છે. રોકાણકારોએ માત્ર 'પાર્લે' નામ જોઈને આ કંપનીના શેર ખરીદવા માટે ભારે દોડધામ મચાવી દીધી હતી.
મેલોડી બનાવતી અસલી કંપની કઈ? ( Company Actually Makes Melody?)
દરેક ભારતીયની ફેવરિટ મેલોડી ટોફી અને પાર્લે-જી બિસ્કિટ બનાવતી અસલી કંપનીનું નામ પાર્લે પ્રોડક્ટ્સ (Parle Products) છે. આ એફએમસીજી કંપની (FMCG Company) સંપૂર્ણપણે પ્રાઇવેટ લિમિટેડ છે અને તે શેર બજારમાં લિસ્ટેડ નથી. પાર્લે પ્રોડક્ટ્સના મયંક શાહે સ્પષ્ટ કર્યું છે કે, કંપની અત્યારે શેર બજારમાં લિસ્ટ થવા અંગે કોઈ વિચાર કરી રહી નથી. તેમણે બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો---- Stock Market Today : શેર બજાર ખુલતાની સાથે જ કડાકો ! સેન્સેક્સમાં 500 પોઈન્ટથી વધારે ઘટાડો
ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઉછાળો (Massive Surge Witnessed in Trading Volume)
આ સોશિયલ મીડિયા ક્રેઝના કારણે પાર્લે ઇન્ડસ્ટ્રીઝના ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો બ્લાસ્ટ થયો હતો. બજારમાં સામાન્ય રીતે 2 થી 3 લાખ શેરનું ટ્રેડિંગ થતું હતું તેની સામે આજે અંદાજે 8 લાખ શેરના સોદા પડ્યા હતા. આ કંપની ભૂતકાળમાં વર્ષ 1999 સુધી પાર્લે-બિસ્લેરી ગ્રૂપનો હિસ્સો હતી પરંતુ અત્યારે તેને પાર્લે પ્રોડક્ટ્સ સાથે કોઈ લેવા-દેવા નથી.
લાંબા ગાળાના ટ્રેન્ડમાં હજુ પણ મોટો ઘટાડો (Long Term Trend Still Down)
આ વૈશ્વિક ચર્ચાના કારણે ભલે આ શેરમાં ટૂંકા ગાળા માટે તેજી જોવા મળી હોય પરંતુ આ કંપનીનો લાંબો ટ્રેન્ડ હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 3 મહિનામાં આ શેરનો ભાવ આશરે 35 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તેમાં 41 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. આ આખી ઘટના દર્શાવે છે કે આજના સમયમાં સોશિયલ મીડિયાના વાયરલ ટ્રેન્ડ્સ (Viral Trends) શેર બજારના રોકાણકારોના નિર્ણયો પર કેટલી ઊંડી અસર કરે છે.
આ પણ વાંચો---- Parle Melody Toffee History: 'મેલોડી ઇતની ચોકલેટી ક્યૂં હૈ?' જાણો PM મોદીની ગિફ્ટ બાદ ચર્ચામાં આવેલી ટોફીનો રસપ્રદ ઇતિહાસ


