Pensioners ITR Filing : નિવૃત્ત લોકો માટે કામના સમાચાર: પેન્શનર્સ માટે ટેક્સ ભરવો કે નહીં? જુઓ સંપૂર્ણ માહિતી!
- પેન્શનર્સ માટે ITR ફાઈલિંગની પ્રક્રિયા શરૂ, અંતિમ તારીખ 31 જુલાઈ 2026
- પેન્શનને પગારની આવક ગણીને ટેક્સના નિયમો લાગુ
- વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ બચાવવાના ખાસ સેક્શન 80TTB અને 80D
- હોમ લોન અને મેડિકલ ખર્ચ પર પણ મળી શકે છે મોટી ટેક્સ રાહત
- ટેક્સ બચાવવા માટે નવી કે જૂની ટેક્સ વ્યવસ્થાનું યોગ્ય આયોજન જરૂરી
નિવૃત્તિ (Retirement) પછી ઘણા પેન્શનર્સ (Pensioners) એવું માને છે કે હવે તેમને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) ભરવાની જરૂર નથી. પરંતુ, જો તમારી પેન્શનની આવક નક્કી કરેલી મર્યાદા કરતા વધારે હોય, તો તમારે ચોક્કસપણે રિટર્ન ફાઈલ કરવું પડે છે. આવકવેરા વિભાગ પેન્શનને પગારની આવક (Salary Income) તરીકે ગણે છે, તેથી તેના પર ટેક્સના નિયમો લાગુ પડે છે.
ITR ભરવાની સમયમર્યાદા
નાણાકીય વર્ષ 2026-27 માટે ITR-1 અને ITR-4 ફોર્મની ઓનલાઈન ફાઈલિંગ શરૂ થઈ ગઈ છે. પેન્શનર્સ માટે રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. જો તમે સમયસર રિટર્ન નથી ભરી શકતા, તો 31 ડિસેમ્બર 2026 સુધી લેટ ફી સાથે તેને ફાઈલ કરી શકાય છે.
પેન્શનર્સ માટે ટેક્સ બચતની ખાસ તકો
સરકારે વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ઘણી ટેક્સ રાહતો જાહેર કરી છે:
સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction): પેન્શનર્સ ટેક્સપાત્ર આવક (Taxable Income) ઘટાડવા માટે આનો લાભ લઈ શકે છે.
વ્યાજ પર છૂટ (Interest Income Tax Relief): કલમ 80TTB હેઠળ બેંક કે પોસ્ટ ઓફિસના વ્યાજ પર 50 હજાર રૂપિયા સુધીની કપાત મળે છે.
મેડિકલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ: કલમ 80D હેઠળ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 50 હજાર સુધીની અને ગંભીર બીમારીઓ પર કલમ 80DDB હેઠળ 1 લાખ સુધીની છૂટ મળે છે.
રોકાણ અને હોમ લોન: કલમ 80C હેઠળ 1.5 લાખ સુધીનું રોકાણ અને જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ હોમ લોન (Home Loan) વ્યાજ પર 2 લાખ સુધીની છૂટ મેળવી શકાય છે.
નવી કે જૂની ટેક્સ વ્યવસ્થા?
પેન્શનર્સ માટે કન્ફ્યુઝન એ છે કે કઈ ટેક્સ સિસ્ટમ (Tax Regime) પસંદ કરવી? જો તમારી પાસે રોકાણો અને કપાત (Deductions) વધુ હોય, તો જૂની ટેક્સ વ્યવસ્થા ફાયદાકારક રહે છે. એડવાન્સ ટેક્સ (Advance Tax) ના નિયમમાંથી પણ તે પેન્શનર્સને મુક્તિ મળે છે જેમની કોઈ વ્યવસાયિક આવક નથી.
આ પણ વાંચો : શું બેંકના એજન્ટો તમને હેરાન કરે છે? RBI ના નવા નિયમો જાણી લો, ગભરાવાની જરૂર નથી!


