Petrol and Diesel Price : આજે, 11 ઓગસ્ટ, 2026ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે બંને ઇંધણના દરો સ્થિર રાખવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને અને વાહનચાલકોને મોટી રાહત મળી છે.
Petrol and Diesel Price : આજે, 11 ઓગસ્ટ, 2026ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે બંને ઇંધણના દરો સ્થિર રાખવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય ગ્રાહકોને અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. દરરોજ સવારે ઇંધણના ભાવ જાહેર થતા હોય છે અને રોજિંદા મુસાફરો તથા ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ રાહત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
Petrol and Diesel Price : તમારા શહેર પેટ્રોલનો ભાવ કેટલો
દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન દરો પર નજર કરીએ તો, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ₹102.12 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ₹95.20 પ્રતિ લિટર પર યથાવત છે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ₹111.21 પ્રતિ લિટર અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત, કોલકાતામાં પેટ્રોલ ₹113.51 પ્રતિ લિટર અને ચેન્નાઈમાં ₹107.74 પ્રતિ લિટર નોંધાયું છે.
ભાવમાં તફાવત શા માટે હોય છે?
વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોવાનું મુખ્ય કારણ રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો વેટ અને સ્થાનિક કર છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયા-ડોલર વિનિમય દર અને પરિવહન ખર્ચ પણ કિંમતો નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ આવતા નથી, જેથી વિવિધ રાજ્યોના કર માળખા મુજબ કિંતોમાં તફાવત જોવા મળે છે.
આ પણ વાંચો : Monsoon : ભારે વરસાદે મચાવી તબાહી ! બંગાળથી રાજસ્થાન સુધી રસ્તાઓ અને શાળાઓ જળમગ્ન