Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Gst Demand : પેટ્રોલ થશે 22 રૂપિયા સસ્તું? જાણો GST લાગુ થતા શું બદલાશે તમારું બજેટ!

પેટ્રોલ અને ડીઝલના આસમાની ભાવવધારા વચ્ચે તેને GST ના દાયરામાં લાવવાની માંગ ઉઠી છે. વેપારી સંગઠન CTI મુજબ, જો ઈંધણ પર 18% GST લાગે, તો ટેક્સમાં ઘટાડાને કારણે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે આશરે 22 રૂપિયાની સીધી રાહત મળી શકે છે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના તોતિંગ ટેક્સને કારણે ભાવ 100 રૂપિયાની નજીક છે. 'વન નેશન, વન ટેક્સ'ના અમલથી મોંઘવારીમાં મોટી રાહત શક્ય છે.
petrol diesel gst demand   પેટ્રોલ થશે 22 રૂપિયા સસ્તું  જાણો gst લાગુ થતા શું બદલાશે તમારું બજેટ
Advertisement
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં 8 દિવસમાં ત્રીજી વાર તોતિંગ વધારો
  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.51 રૂપિયા પ્રતિ લિટરને પાર
  • વેપારી સંગઠન CTI દ્વારા પેટ્રોલ-ડીઝલને GST માં લાવવાની માંગ
  • GST લાગુ થાય તો પેટ્રોલ 22 રૂપિયા સુધી સસ્તું થઈ શકે
  • વડાપ્રધાન મોદીને પત્ર લખીને 'વન નેશન વન ટેક્સ' અમલી બનાવવા અપીલ

Petrol Diesel Gst Demand : પેટ્રોલ અને ડીઝલના આસમાની ભાવવધારાને લઈને સામાન્ય જનતા પર મોંઘવારીનો ભારે બોજ પડ્યો છે. છેલ્લા 8 દિવસમાં જ ઈંધણના ભાવમાં ત્રણ વાર વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની સપાટીને સ્પર્શી રહ્યો છે અથવા તેનાથી પણ આગળ નીકળી ગયો છે. 23 મે સુધીમાં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 99.51 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે, જેણે આમ આદમીના બજેટને ખોરવી નાખ્યું છે.

Petrol Diesel Price Today_GUJARAT 0

Advertisement

આ ગંભીર સ્થિતિને જોતા 'ચોમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી' (Chamber of Trade and Industry) ના ચેરમેન બ્રિજેશ ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલને તાત્કાલિક અસરથી GST (Goods and Services Tax) ના દાયરામાં લાવવામાં આવે.

Advertisement

Petrol Diesel Gst Demand : ટેક્સનું ગણિત

બ્રિજેશ ગોયલ દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, દિલ્હીમાં પેટ્રોલની વાસ્તવિક કિંમત માત્ર 66.29 રૂપિયા છે. જોકે, તેના પર કેન્દ્ર સરકાર દ્વારા 11.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી (Excise Duty) અને દિલ્હી સરકાર દ્વારા 16.03 રૂપિયાનો વેટ (VAT) વસૂલવામાં આવે છે, સાથે 4.42 રૂપિયાનું ડીલર માર્જિન ઉમેરતા ગ્રાહકે 99.51 રૂપિયા ચૂકવવા પડે છે.

Petrol Diesel Gst Demand : 22 રૂપિયાની સીધી મળી શકે રાહત

જો સરકાર પેટ્રોલને 18 ટકા GST સ્લેબ હેઠળ લાવે, તો ગણિત કંઈક આવું બનશે: 66.29 રૂપિયાની મૂળ કિંમત પર 18 ટકા લેખે આશરે 11.93 રૂપિયા ટેક્સ લાગશે. આમ, પેટ્રોલની અંતિમ કિંમત ઘટીને આશરે 78.22 રૂપિયા થઈ શકે છે. એટલે કે, માત્ર ટેક્સના માળખામાં ફેરફાર કરવાથી સામાન્ય માણસને પ્રતિ લિટરે લગભગ 22 રૂપિયાની સીધી રાહત મળી શકે છે.

'વન નેશન, વન ટેક્સ' ની જરૂરિયાત

વર્ષ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે 'વન નેશન, વન ટેક્સ' (One Nation One Tax) નું સૂત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં, અત્યારે પેટ્રોલ-ડીઝલ પર દરેક રાજ્ય પોતાની રીતે મનસ્વી વેટ વસૂલી રહ્યા છે, જેના કારણે એક જ દેશમાં અલગ-અલગ રાજ્યોમાં ઈંધણના ભાવમાં મોટો તફાવત જોવા મળે છે.

GST, Government, India, Business, GST, Nirmala Sitharaman, Tax, GujaratFirst

વેટ અને એક્સાઈઝ જેવી સિસ્ટમ થશે ખતમ

બ્રિજેશ ગોયલનું માનવું છે કે, જો આ બંનેને GST હેઠળ લાવવામાં આવે તો એક્સાઈઝ ડ્યુટી અને વેટ જેવી મલ્ટિપલ ટેક્સ સિસ્ટમ ખતમ થઈ જશે. આનાથી માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જ નહીં થાય, પરંતુ સમગ્ર દેશમાં ઈંધણના ભાવ પણ એકસમાન થઈ જશે. હાલના તબક્કે વેપારી સંગઠનો આ મામલે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે, જેથી વધતી જતી મોંઘવારી સામે દેશની જનતાને મોટી રાહત મળી શકે.

આ પણ વાંચો : શું બેંકના એજન્ટો તમને હેરાન કરે છે? RBI ના નવા નિયમો જાણી લો, ગભરાવાની જરૂર નથી!

Tags :
Advertisement

.

×