Petrol Diesel Price Hike : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો! સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક ઝટકો
- Petrol Diesel Price Hike
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
- એક સપ્તાહમાં બીજી વખત ભાવમાં વધારો
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં (Petrol Diesel Prices) ફરી એક વખત વધારો થયો છે. તેલ કંપનીઓ (Oil Marketing Companies) દ્વારા આજે સવારે ફરી ઈંધણના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ વખતનો વધારો પ્રતિ લિટર 90 પેસાનો થયો છે, જેના કારણે પરિવહન અને દૈનિક જીવનખર્ચ પર સીધી અસર થવાની શક્યતા છે. ગયા શુક્રવાર, 15 મેના રોજ પણ તેલ કંપનીઓએ પ્રતિ લિટર ₹3 નો મોટો વધારો કર્યો હતો. આ સાથે છેલ્લા 5 દિવસમાં ઈંધણના ભાવમાં કુલ ₹3.90 પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે. સતત થતા આ વધારાથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ લેવા લોકોની મોટી લાઇનો થવા લાગી છે.
કાચા તેલના ભાવમાં ઉછાળો અને વૈશ્વિક અસર
આ ભાવવધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલો મોટો ઉછાળો છે. હાલ ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) પ્રતિ બેરલ $100 ને પણ વટાવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે તેલના પુરવઠા પર ગંભીર અસર પડી છે, જેના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. પુરવઠામાં વિક્ષેપ (Supply Disruption)ના કારણે કંપનીઓ માટે ખર્ચ વધી રહ્યો છે. અગાઉ તેલ કંપનીઓને દરરોજ અંદાજે ₹1000 થી ₹1200 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. તાજેતરના ભાવવધારા બાદ આ નુકસાનમાં લગભગ 25% સુધીનો ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ સંપૂર્ણ સ્થિતિ સંતુલિત થઈ નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો
એક સપ્તાહમાં બીજી વખત ભાવમાં વધારો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં 90 પૈસાનો વધારો#FuelPriceHike #PetrolDieselPrice #Inflation #FuelPriceUpdate #PriceHike #PetrolPrice #DieselPrice #Economic #CommonMan #GujaratFirst pic.twitter.com/K3pDIIwN9w— Gujarat First (@GujaratFirst) May 19, 2026
આ પણ વાંચો : Fuel Price Hike: જનતાના ખિસ્સા પર બોજ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો
મોટા શહેરોમાં નવા Petrol Diesel Price
તાજા વધારા બાદ દેશના ચાર મોટા શહેરોમાં ઈંધણના નવા ભાવ નીચે મુજબ છે:
- દિલ્હી (Delhi): પેટ્રોલ ₹98.64 પ્રતિ લિટર અને ડીઝલ ₹91.58 પ્રતિ લિટર
- મુંબઈ (Mumbai): પેટ્રોલ ₹107.59 અને ડીઝલ ₹94.08 પ્રતિ લિટર
- કોલકાતા (Kolkata): પેટ્રોલ ₹109.70 અને ડીઝલ ₹96.07 પ્રતિ લિટર
- ચેન્નાઈ (Chennai): પેટ્રોલ ₹104.49 અને ડીઝલ ₹96.11 પ્રતિ લિટર
આ આંકડાઓ દર્શાવે છે કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં ઈંધણના ભાવ (Fuel Rates)માં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે, જે પરિવહન, ખાદ્યસામગ્રી અને રોજિંદા જીવન પર સીધી અસર કરે છે.
મોંઘવારીનું વધતું દબાણ
લગાતાર વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Rates)ને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે, જેની સીધી અસર ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક વસ્તુઓના ભાવ પર પડી શકે છે. આ પરિસ્થિતિમાં સામાન્ય લોકો માટે બજેટ સંતુલિત રાખવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.
આ પણ વાંચો : Petrol Diesel Price Hike: મોંઘવારીનો ડામ, દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો


