Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છતાં ગ્રાહકોને રાહત, જાણો આજના ભાવ

Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, તેના આધારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બદલાવ થતા હોય છે. પરંતુ ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ગુરુવાર, 4 જૂન, 2026 ના રોજ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લા 12 દિવસથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે.
petrol diesel price today   ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છતાં ગ્રાહકોને રાહત  જાણો આજના ભાવ
Advertisement

Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે, તેના આધારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બદલાવ થતા હોય છે. પરંતુ ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ગુરુવાર, 4 જૂન, 2026 ના રોજ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લા 12 દિવસથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે.

Petrol Diesel Price Today: 11 દિવસમાં ચાર વાર થયો હતો ભાવ વધારો

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Election) બાદ પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકો પર બોજ વધાર્યો હતો. 15 મેથી 25 મે, 2026 દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે સરકારી તેલ કંપનીઓ (Oil Marketing Companies) પેટ્રોલ, ડીઝલ, એલપીજી (LPG) અને જેટ ઇંધણ પર દરરોજ અંદાજે 750 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે.

Advertisement

વિવિધ મેટ્રો શહેરોમાં આજના ભાવ

આજે ગુજરાતમાં પેટ્રોલમાં 101.83 રુપિયા પ્રતિ લિટરનો ભાવ છે. જ્યારે ડિઝલનો ભાવે 97.92 રુપિયા પ્રતિ લિટરનો છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ 95.20 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 113.51 રૂપિયા અને ડીઝલ 99.02 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 111.21 રૂપિયા અને ડીઝલ 97.83 રૂપિયા છે, તેમજ ચેન્નાઈમાં પેટ્રોલ 107.77 રૂપિયા અને ડીઝલ 99.55 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

Advertisement

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની સ્થિતિ

ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) 1.89% વધીને $97.81 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 0.69% વધીને $95.36 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. ઇરાન યુદ્ધ (Iran War) ના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં અગાઉ 50% નો મોટો ઉછાળો આવ્યો હતો, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી રહી છે.

આ પણ વાંચો : Share Market Fall: શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 500 પોઈન્ટ ગગડ્યો

Tags :
Advertisement

.

×