Petrol Diesel Price Today : દેશમાં મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની રાહ જોઈ રહી છે. આ દરમિયાન આજે ૩ જુલાઈના રોજ સરકારી તેલ કંપનીઓ દ્વારા ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ₹102.12 અને ડીઝલ ₹95.20 પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલનો ભાવ ₹111.18 અને ડીઝલનો ભાવ ₹97.83 પ્રતિ લિટર પર સ્થિર છે.
Petrol Diesel Price Today : સરકારી કંપનીઓ ક્યારે ઘટાડશે ભાવ ?
તાજેતરમાં દેશની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની 'નાયરા એનર્જી' દ્વારા પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં ₹3નો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ અગાઉ 26 માર્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થતાં નાયરાએ આટલો જ ભાવવધારો કર્યો હતો. ખાનગી કંપનીના આ ઘટાડા બાદ હવે એવી પ્રબળ આશા સેવાઈ રહી છે કે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પણ ટૂંક સમયમાં સામાન્ય જનતાને રાહત આપી શકે છે.
ભાવ તાત્કાલિક કેમ નથી ઘટતા? મંત્રીએ ગણિત સમજાવ્યું
પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે તેવા પ્રશ્ન પર કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે ગુરુવારે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) સસ્તું થાય તેની સીધી અસર રિટેલ બજારમાં તાત્કાલિક દેખાતી નથી, કારણ કે ક્રૂડની ખરીદી, પરિવહન અને રિફાઇનિંગની પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે.
મંત્રીએ સમજાવ્યું કે હાલમાં ઇંધણ સ્ટેશનો પર જે પેટ્રોલ-ડીઝલ વેચાઈ રહ્યું છે, તેનું ક્રૂડ ઓઇલ આશરે બે મહિના પહેલા ખરીદવામાં આવ્યું હતું, જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘણી ઊંચી હતી. જો કે, તેમણે આશ્વાસન આપ્યું છે કે હાલ દેશમાં ઇંધણના ભાવ વધશે નહીં. સરકાર આગામી અઠવાડિયામાં વૈશ્વિક બજાર પર બારીકાઈથી નજર રાખશે અને દર 10 થી 15 દિવસમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેશે.
આ પણ વાંચો : Gold Price Today : સોનામાં રેકોર્ડ તોડ તેજી, દિલ્હી અને જયપુરમાં 24 કેરેટ સોનું ₹143,940 પર પહોંચ્યું, તમારા શહેરમાં ભાવ શું છે?