Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Petrol-Diesel Rate : શું આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે? જાણો

Petrol-Diesel Price Today on May 29: આજે, 29 મેના રોજ સમગ્ર ભારતમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવ સ્થિર જોવા મળ્યા છે. વાહનચાલકો માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા બે અઠવાડિયામાં સતત ચાર વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગત સોમવાર, 25 મેના રોજ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ₹2.61 થી ₹2.71 સુધીનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો,
petrol diesel rate   શું આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે  જાણો
Advertisement

Petrol-Diesel Rate Today : આજે, 29 મેના રોજ સમગ્ર ભારતમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવ સ્થિર જોવા મળ્યા છે. વાહનચાલકો માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા બે અઠવાડિયામાં સતત ચાર વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ગત સોમવાર, 25 મેના રોજ ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ₹2.61 થી ₹2.71 સુધીનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો હતો, જેના કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો હતો.

Petrol-Diesel Rate: ભાવમાં વધારા પાછળના કારણો

ઇંધણના ભાવમાં થતા ફેરફાર પાછળ મુખ્યત્વે બે વૈશ્વિક પરિબળો જવાબદાર છે. પ્રથમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં થતી વધઘટ અને બીજું, રૂપિયા સામે ડોલરના વિનિમય દરમાં (Exchange Rate) આવતી અસ્થિરતા. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે પણ ભાવ વધે અથવા ડોલર મજબૂત થાય, ત્યારે તેની સીધી અસર સ્થાનિક પંપ પ્રાઈસ પર પડે છે.

Advertisement

શહેરો પ્રમાણે ભાવમાં તફાવત

દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ-અલગ હોય છે તેનું મુખ્ય કારણ રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતું વેટ (VAT) અને સ્થાનિક સેસ (Cess) છે. હાલમાં હૈદરાબાદ જેવા શહેરોમાં ઇંધણના ભાવ અન્ય મહાનગરોની સરખામણીમાં થોડા ઊંચા છે, જ્યારે દિલ્હીમાં ભાવ પ્રમાણમાં નિયંત્રિત છે. હાલ પશ્ચિમ એશિયા (West Asia) માં તણાવ ઘટવાને કારણે બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) ના ભાવમાં થોડો ઘટાડો થયો છે, જે સ્થાનિક ઓઈલ કંપનીઓ માટે રાહતરૂપ છે.

Advertisement

આ પણ વાંચો : Japan Ban Indian Mango : 20 વર્ષ બાદ ભારતના ફળોના રાજાને નો-એન્ટ્રી !

Tags :
Advertisement

.

×