Petrol-Diesel Price : આજે 1 લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ શું છે? જાણો નવા ભાવ
Petrol-Diesel Price : ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થતા હોય છે. ત્યારે 25 મેના રોજ થયેલા ભાવ વધારા બાદ આજે 3 જૂન 2026ના રોજ સમગ્ર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટાભાગે સ્થિર જોવા મળ્યા છે. છેલ્લા બે અઠવાડિયામાં ઈંધણના ભાવમાં થયેલા ચાર ક્રમિક વધારાને પગલે ગ્રાહકો પહેલેથી જ બોજ અનુભવી રહ્યા છે. હાલમાં વૈશ્વિક સ્તરે યુએસ (US) અને ઈરાન (Iran) વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના બંધ થવાને કારણે ક્રૂડ ઓઈલની સપ્લાય પર વિપરીત અસર પડી છે, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારોમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે.
Petrol-Diesel Price : ક્રૂડ ઓઈલના ભાવમાં થયો વધારો !
CRISIL ના એક તાજેતરના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે ઇંધણના ભાવમાં થયેલો આ વધારો ભારતીય અર્થતંત્ર પર ગંભીર ફુગાવાનું દબાણ લાવી શકે છે.15 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ₹7.5 નો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પોતાની અંડર-રિકવરી ઘટાડવા માટે આગામી દિવસોમાં આ ભાવ વધારો ₹10 પ્રતિ લિટર સુધી લઈ જઈ શકે છે.
ક્રૂડ ઓઇલની તેજીથી ભારતીય અર્થતંત્ર પર દબાણ
આ સ્થિતિની અસર સીધી સામાન્ય જનતા પર પડશે. ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં 71 ટકા માલસામાન માર્ગ દ્વારા પરિવહન થાય છે અને પરિવહન ખર્ચમાં બળતણનો હિસ્સો 42% જેટલો હોવાથી, ઈંધણ મોંઘું થતા ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે. અહેવાલ મુજબ, પ્રતિ લિટર ₹7.5 ના વધારાથી ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવામાં 36 બેસિસ પોઈન્ટ અને ₹10 ના વધારાથી 48 બેસિસ પોઈન્ટ સુધીનો ઉછાળો આવી શકે છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ જોતા, જ્યાં સુધી ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર નહીં થાય, ત્યાં સુધી ભારતીય ગ્રાહકોએ મોંઘવારીના આ પડકારનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : Gold-Silver Price : બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો આજના લેટેસ્ટ ભાવ


