Government : પેટ્રોલિયમ મંત્રીએ સ્પષ્ટતા કરી કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી અને લોકોએ અફવાઓના આધારે ગભરાવું જોઈએ નહીં. વૈશ્વિક બજારની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભાવનો ઉલ્લેખ કરીને, મંત્રીએ ભવિષ્યમાં ઇંધણના દરોમાં સુધારા (વધારા)નો સંકેત આપ્યો. આ ભાવમાં ફેરફાર માટે ચાલુ આંતરરાષ્ટ્રીય તણાવ અને સપ્લાય ચેઇન વિક્ષેપોને પ્રાથમિક કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
- Government એ પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ કરી વાત
- પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધવાના સંકેત
- પેટ્રોલ-ડિઝલની અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ
- દેશમાં 60 દિવસનું તેલ સ્ટોક
- સરકાર પાસે 60 દિવસનું LNG
Government : કેન્દ્રીય તેલ મંત્રી હરદીપ સિંહ પુરીએ 12 મેના રોજ જણાવ્યું હતું કે, સરકારે એલપીજી (lpg) ઉત્પાદન લગભગ 35 હજાર ટનથી વધારીને 55-60 હજાર ટન કર્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ ઈંધણની અછત નથી. મંત્રીએ એવો પણ સંકેત આપ્યો હતો કે ઈંધણના ભાવમાં વધારો થઈ શકે છે, પરંતુ તેમણે એવી અટકળોને ફગાવી દીધી હતી કે, સરકારે તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્ય ચૂંટણીઓને કારણે ભાવમાં કોઈપણ ફેરફાર મુલતવી રાખ્યો છે. 10 મેના રોજ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક કાર્યક્રમમાં દેશને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપી હતી. તેમણે કારપૂલિંગ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપ્યું હતું, જેથી ક્રૂડ ઓઇલની (crued oil) આયાત ઓછી થાય અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર તેની અસર ઓછી થાય. આનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાશે કે કેમ તે અંગે લોકોની ચિંતા વધી ગઈ. હવે જ્યારે તેલ મંત્રીએ નિવેદન બહાર પાડ્યું છે, ત્યારે થોડી રાહત અનુભવી શકાય છે.
Government : દેશ પાસે 60 દિવસનું તેલ છે
CII વાર્ષિક વ્યાપાર સમિટ 2026માં, પુરીએ કહ્યું, "અમે એક પડકારને તકમાં ફેરવી દીધો છે. અમે છેલ્લા ચાર વર્ષથી ભાવ વધાર્યા નથી. હું એમ નથી કહેતો કે ભાવ વધશે નહીં. હું ફક્ત એટલું કહી રહ્યો છું કે ભાવ અને ચૂંટણીઓને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી." પુરીએ કહ્યું કે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને LPG સ્ટોક છે. અમારી પાસે 60 દિવસનું ક્રૂડ ઓઇલ છે, જે આપણને મહત્તમ જરૂર છે. અમારી પાસે 60 દિવસનું LNG અને 45 દિવસનું LPG છે.
દરરોજ રૂ.1 હાજર કરોડનું નુકસાન!
ઈંધણના ભાવમાં વધારાનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ રૂ.1 હજારકરોડનું નુકસાન કરી રહી છે. તેમણે સમજાવ્યું કે આ કંપનીઓ રૂ. 1,98,000 કરોડના અંડર-રિકવરીનો સામનો કરી રહી છે, જેના કારણે આ ત્રિમાસિક ગાળામાં તેમનું કુલ નુકસાન રૂ.1 લાખ કરોડ થયું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક દૂરંદેશી નિવેદન આપ્યું છે કે જો આ (યુદ્ધ) ચાલુ રહેશે, તો આપણે નાણાકીય દબાણને નિયંત્રિત કરવા માટે પગલાં લેવા પડશે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આનો સામનો કેટલો સમય કરી શકશે. તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન દરોને કારણે થયેલા નુકસાનને કારણે ગયા વર્ષે મેળવેલો તમામ નફો નાશ પામી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે સરકારે આ કટોકટીને જવાબદારીપૂર્વક સંભાળી છે. ગ્રાહકોને બચાવવા માટે કંપનીઓ નુકસાન કરી રહી છે. અમે આ કટોકટીને જવાબદારીપૂર્વક સંભાળી છે. ક્યાંય પણ ઈંધણની અછત નથી. અમે લગભગ તમામ વિસ્તારોમાં ગેસ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો છે.
આ પણ વાંચો : Foreign Trip ઘટાડીને નાગરિકો આ રીતે દેશનું ભલું કરી શકે, જાણો ગણતરી