ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખુશખબર! PM-કિસાન યોજનાના નિયમોમાં મોટો બદલાવ,હવે જમીન દસ્તાવેજ નહીં હોય તો પણ મળશે લાભ

કેન્દ્ર સરકારનો સરહદી વિસ્તારોના ખેડૂતો માટે મોટો નિર્ણય. હવે જમ્મુ-કાશ્મીર સહિત 12 રાજ્યોના ખેડૂતો જમીનના દસ્તાવેજો વગર પણ PM-કિસાન યોજનાનો લાભ લઈ શકશે.
05:56 PM Sep 23, 2025 IST | Mihir Solanki
કેન્દ્ર સરકારનો સરહદી વિસ્તારોના ખેડૂતો માટે મોટો નિર્ણય. હવે જમ્મુ-કાશ્મીર સહિત 12 રાજ્યોના ખેડૂતો જમીનના દસ્તાવેજો વગર પણ PM-કિસાન યોજનાનો લાભ લઈ શકશે.
PM Kisan Yojana

કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારોમાં રહેતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. હવે એવા ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો લાભ લઈ શકશે, જેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મદદગાર સાબિત થશે જેઓ લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે પરંતુ દસ્તાવેજોના અભાવે યોજનાના લાભથી વંચિત હતા.

દસ્તાવેજ નહીં હોય, તો પણ લાભ (PM Kisan Yojana)

પહેલા PM-કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પાસે જમીનના પાકા કાગળો હોવા ફરજિયાત હતા. સરહદી વિસ્તારોમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ પેઢીઓથી ખેતી કરે છે, પરંતુ તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ જ કારણે તેઓ આ યોજનાનો લાભ લઈ શકતા નહોતા.

શિવરાજસિંહે કરી જાહેરાત (PM Kisan Yojana)

હવે સરકારે આ શરતમાં રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવે લાભાર્થી સાચે જ ખેડૂત છે તેવું રાજ્ય સરકાર પ્રમાણિત કરશે તો પણ તેને યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારની પુષ્ટિ બાદ, કાગળો વગરના ખેડૂતોને પણ સીધા તેમના ખાતામાં યોજનાનો હપ્તો મળશે.

કયા રાજ્યોના ખેડૂતોને થશે ફાયદો?

આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરના સરહદી વિસ્તારોના ખેડૂતોને આર્થિક મદદ મળશે. આ પગલાથી જમીનવિહોણા ખેડૂતોને પણ તેમના કૃષિ કાર્યમાં સુવિધા થશે. સરકારનો આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મોટી રાહત સમાન છે, જેઓ લાંબા સમયથી જરૂરી દસ્તાવેજોના અભાવે આ મહત્વપૂર્ણ યોજનાથી દૂર હતા.

આ પણ વાંચો :  Flipkart Big Billion Days Sale : ટીવી, એસી, વોશિંગ મશીન પર ભારે ડિસ્કાઉન્ટ

Tags :
Farmers without land documentsPM Kisan EligibilityPM Kisan latest updatePM Kisan Yojana
Next Article