Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM મોદીએ મેલોનીને ભેટ આપી 'Melody' ટોફી, પાર્લેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

ઈટાલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને (Giorgia Meloni) ભેટ તરીકે ભારતની લોકપ્રિય ચોકલેટ ટોફી 'Melody' (Melody) આપી હતી. મેલોનીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વીડિયો શેર કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. વીડિયોમાં મેલોની આ ટોફીને 'ખૂબ જ સ્વાદિષ્ટ' ગણાવતી જોવા મળે છે.
pm મોદીએ મેલોનીને ભેટ આપી  melody  ટોફી  પાર્લેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
Advertisement
  • વડાપ્રધાન મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન ઈટાલીના PM મેલોનીને ખાસ ભેટમાં મળી ફેમસ Melody ટોફી
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો મેલોડી ટોફીનો વીડિયો; જ્યોર્જિયા મેલોનીએ કહ્યું - "ખૂબ જ સ્વાદિષ્ટ છે!"
  • મેલોડી બનાવતી કંપની પાર્લે (Parle) એ ઇન્સ્ટાગ્રામ પર સર્જનાત્મક પોસ્ટ શેર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની (PM Narendra Modi) ઇટાલી મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઈટાલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને (Giorgia Meloni) ભેટ તરીકે ભારતની લોકપ્રિય ચોકલેટ ટોફી 'Melody' (Melody) આપી હતી. મેલોનીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વીડિયો શેર કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. વીડિયોમાં મેલોની આ ટોફીને 'ખૂબ જ સ્વાદિષ્ટ' ગણાવતી જોવા મળે છે.

પાર્લે કંપનીએ આપી પ્રથમ પ્રતિક્રિયા

આ સમગ્ર ઘટના પર હવે મેલોડી ટોફી બનાવતી કંપની પાર્લે (Parle) એ પણ પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી છે. કંપનીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીનો વીડિયો શેર કરીને લખ્યું છે, "1983 થી સંબંધો મધુર બનાવતા." (Making relationships sweet since 1983). પાર્લેની આ સર્જનાત્મક અને સમયસરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહી છે. નેટિઝન્સ આને ભારત અને ઇટાલી વચ્ચેના મજબૂત અને મધુર સંબંધો સાથે જોડીને ખૂબ જ રસપ્રદ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

Advertisement

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Parle-G (@officialparleg)

સોશિયલ મીડિયા પર છવાયા પીએમ મોદી અને મેલોની

પીએમ મોદીના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કા દરમિયાનની આ મુલાકાતને લઈને ઈન્ટરનેટ પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેલોડી ટોફીનો વીડિયો વાયરલ થતાં જ લોકો ભારતની આ ક્લાસિક ટોફીને વૈશ્વિક સ્તરે મળેલા સન્માનથી ગૌરવ અનુભવી રહ્યા છે. ભારત અને ઇટાલીના નેતાઓ વચ્ચેનો આ મૈત્રીપૂર્ણ વ્યવહાર હાલમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યો છે.

PM Modi એ Giorgia Meloni ને ગિફ્ટ કરી ‘મેલોડી’, ઈટાલીના વડાપ્રધાને કહ્યું આભાર મોદીજી, જુઓ Video

Tags :
Advertisement

.

×