4 દાયકાનો દુષ્કાળ સમાપ્ત, પ્રવાસ પહેલા મોટો દાવ
PM મોદીને આ ખાસ પ્રવાસનું આમંત્રણ તેમના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને જ આપ્યું હતું. લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ યાત્રાનું સ્વાગત કરતા ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં (Fastest-Growing Economies) એક છે. ન્યૂઝીલેન્ડની આર્થિક પ્રગતિ (Economic Growth) માટે ભારતનો સાથ ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં એપ્રિલ મહિનામાં જ બંને દેશોએ મુક્ત વ્યાપાર સમજૂતી (Free Trade Agreement) પર હસ્તાક્ષર કર્યા હતા અને હવે આ સમજૂતીને જમીન પર ઉતારવાનો સમય આવી ગયો છે. આ ઐતિહાસિક યાત્રાથી ન્યૂઝીલેન્ડ અને ભારતના વ્યૂહાત્મક સંબંધો (Strategic Relations) એક નવા સ્તરે પહોંચશે.
57 ટકા ટેક્સ-ફ્રી ટ્રેડ, વેપારીઓનું ચમકશે નસીબ
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, આ 'ઇન્ડિયા ટ્રેડ ડીલ' (India Trade Deal) થી ત્યાંના વ્યવસાયોને ભારે નફો (Huge Profit) થવાનો છે. જ્યારે 57 ટકા વસ્તુઓ પર કોઈ ટેક્સ નહીં લાગે, ત્યારે ભારતના 1.4 અબજ લોકોના વિશાળ બજાર (Huge Market) સુધી તેમની પહોંચ ખૂબ જ સરળ બની જશે. તેનો સીધો અર્થ એ છે કે ન્યૂઝીલેન્ડની પ્રોડક્ટ્સ ભારતીય બજારમાં કોઈ પણ અવરોધ વિના પહોંચશે, જેનાથી તેમના દેશમાં વધુ નાણાં આવશે.
ત્યાંના સ્થાનિક સમુદાયોને (Local Communities) તેનો લાભ મળશે, નવી નોકરીઓ (New Jobs) ઊભી થશે અને વેતનમાં (Wages) પણ વધારો જોવા મળશે. એક રીતે આ વ્યાપારિક કરાર ન્યૂઝીલેન્ડના આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર (Game-Changer) સાબિત થવાનો છે.
ભારતીય નિકાસકારોને સીધો ફાયદો (PM Modi New Zealand Visit)
આ નવો મુક્ત વ્યાપાર કરાર બંને દેશો માટે પરસ્પર ફાયદાકારક સાબિત થશે, જેમાં ભારતીય નિકાસકારોને વૈશ્વિક સ્તરે મોટો આર્થિક લાભ મળવા જઈ રહ્યો છે. આ સમજૂતી હેઠળ ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને ત્યાંના સ્થાનિક બજારોમાં સંપૂર્ણપણે ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેને કારણે ભારતીય પ્રોડક્ટ્સ કોઈ પણ વધારાના કરવેરા વિના વધુ સ્પર્ધાત્મક કિંમતે વેચાઈ શકશે. સામાન્ય સ્થાનિક નિકાસકારો માટે ઉચ્ચ આવક ધરાવતી પ્રશાંત ક્ષેત્રની મજબૂત અર્થવ્યવસ્થામાં પોતાનો વેપાર વિસ્તારવાની આ એક ઉત્કૃષ્ટ તક છે.
આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી વ્યાપારિક અસ્થિરતાઓ અને અનિશ્ચિતતા વચ્ચે આ ડીલ ભારતની વ્યાપક ઈન્ડો-પેસિફિક આર્થિક વ્યૂહરચનાને વધુ વેગ આપશે અને દેશના વિદેશી વ્યાપારને એક સ્થિર તથા સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડશે.
ઓકલેન્ડની બેઠક પર ટકેલી નજર
પોતાની આ 2 દિવસીય યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ (Auckland) શહેર પહોંચશે, જ્યાં તેમની મુલાકાત ક્રિસ્ટોફર લક્સન સાથે થશે. આ મહત્વની દ્વિપક્ષીય વાર્તાલાપમાં (Bilateral Talks) માત્ર વેપાર જ નહીં, પરંતુ સંરક્ષણ (Defense) અને વાણિજ્ય (Commerce) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ગંભીર ચર્ચા થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, PM મોદી ન્યૂઝીલેન્ડના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રમતગમતના દિગ્ગજો (Sports Icons) સાથે પણ મુલાકાત કરશે.
આ પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના લોકો એટલે કે ડાયસ્પોરાને (Diaspora) સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ નક્કી કરાયો છે, જે બંને દેશો વચ્ચે વ્યાપારિક જ નહીં, પરંતુ સાંસ્કૃતિક (Cultural) અને સામાજિક સંબંધોને (Social Relations) પણ નવી મજબૂતી આપશે.
આ પણ વાંચો : India Australia Agreement : ઓસ્ટ્રેલિયા સાથે ભારતએ કર્યો પરમાણુ ઉર્જા કરાર, ચીન-પાકિસ્તાનની ચિંતામાં થયો વધારો