Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

PM Mudra Yojana: ગેરંટી વગર મેળવો ₹20 લાખની લોન, 8 પાસ યુવાનો માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક!

કેન્દ્ર સરકાર યુવાનો અને વ્યવસાય શરૂ કરવામાં રસ ધરાવતા લોકોને મદદ કરી રહી છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે યુવાનો સરળતાથી યોજનાનો લાભ લઈ શકે છે. સરકાર 20 લાખ રૂપિયા સુધીની મદદ કરે છે. જાણો કે આ યોજના કઈ છે. અને કેવી રીતે તેનો લાભ મેળવી શકાશે.
pm mudra yojana  ગેરંટી વગર મેળવો ₹20 લાખની લોન  8 પાસ યુવાનો માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક
Advertisement
  • PM Mudra Yojana: ગેરંટી વિના 20 લાખ રૂપિયા સુધીની લોન
  • સરકાર મદદ કરી રહી છે
  • 8 પાસ પણ મેળવી શકે છે યોજનાનો લાભ

PM Mudra Yojana: પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છુક યુવાનો માટે પીએમ મુદ્રા યોજના બહાર પાડી છે. જેમાં માત્ર 8 પાસ યુવાનોને પણ 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. આપને જણાવી દઈએ કે, ભારત સરકારની આ યોજના પહેલા ફક્ત 10 લાખ સુધીની લોન આપતી હતી. પરંતુ હવે લોન મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 ના બજેટ ભાષણ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે લોન મર્યાદા બમણી કરી હતી.

PM Mudra Yojana 00_GUJARAT_FIRST

Advertisement

આપણે જે યોજના વિશે વાત કરી રહ્યા છીએ તે પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) છે. જે વ્યવસાયોને ચાર શ્રેણીઓમાં લોન પૂરી પાડે છે. જેથી તેઓ સમય જતાં તેમના વ્યવસાયનો વિસ્તાર વધારી શકે છે.

Advertisement

આ પણ વાંચો---- Budget 2026: ટેક્સમાં રાહત અને પેન્શનમાં સમાનતાની આશા, જાણો શું ઈચ્છે છે વીમા કંપનીઓ?

PM Mudra Yojana: જાણો યોજનાની કેટેગરી વિશે

શિશુ શ્રેણી હેઠળ આ યોજના થકી 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. કિશોર શ્રેણી હેઠળ 50 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોનનો લાભ મળે છે. તરુણ શ્રેણી હેઠળ 5 લાખથી લઈને 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. જ્યારે તરુણ પ્લસ કેટેગરીમાં 10 લાખથી લઈને 20 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે.

PM Mudra Yojana 01_GUJARAT_FIRST

PM Mudra Yojana: આ પણ જાણો

પીએમ મુદ્રા યોજના મોદી સરકારે વર્ષ 2015 માં શરૂ કરી હતી. અને તે ખાસ કરીને એવા લોકો માટે લાગુ કરવામાં આવી હતી. જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. કોઈપણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ અરજી કરી શકે છે. માત્ર 8 પાસ કરેલી વ્યક્તિ પણ આ યોજનાનો લાભ મેળવવા માટે લાયકાત ધરાવે છે. આ યોજના માટે કોઈ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી.

PM Mudra Yojana 02_GUJARAT_FIRST

પીએમ મુદ્રા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વ્યવસાય યોજના, KYC દસ્તાવેજ અને આવકનો પુરાવો ફરજિયાત આપવો પડશે.

PM Mudra Yojana:  લોન માટે અરજી પ્રક્રિયા 

મુદ્રા લોન યોજનાની અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. એટલે કે અરજદારો તેમની સુવિધા મુજબ લોન મેળવવા માટે કોઈપણ માધ્યમથી અરજી કરી શકે છે.

પીએમ મુદ્રા લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી ?

  • પીએમ મુદ્રા લોન યોજના માટે અરજી કરવા માટે નજીકની બેંક શાખાની મુલાકાત લો
  • બેંક મેનેજરની મદદથી તમારે લોન યોજના વિશે માહિતી મેળવી લો
  • લોનની કેટેગરી પ્રમાણે ફોર્મ ખરીદો અને બધી વિગતો ભરી દેવી
  • ફોર્મ ભર્યા પછી જરૂરી દસ્તાવેજો જોડતી વખતે તેના પર સહી કરો
  • હવે કાઉન્ટર પર ફોર્મ સબમિટ કરો
  • ફોર્મ સબમિટ કર્યા પછી લોન ફાઇલ તૈયાર થઈ જશે
  • આ રીતે પીએમ મુદ્રા લોન યોજના માટેની અરજી પૂર્ણ કરી શકાય છે

આ પણ વાંચો---- Atal Pension Yojana: તમારે પણ મેળવવો છે અટલ પેન્શન યોજનાનો લાભ? અહીં જાણો સંપૂર્ણ વિગતો

Tags :
Advertisement

.

×