Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

PM SVANidhi Credit Card: શું તમે પણ નાના વેપારી છો? વ્યાજ વગર વાપરો ₹30,000, જાણો કઈ રીતે.

વડાપ્રધાન મોદીએ નાના વેપારીઓ અને રેકડી-પટરીવાળાઓ માટે એક એવી સુવિધા શરૂ કરી છે જે અત્યાર સુધી માત્ર મોટા ગજાના લોકો પાસે જ હતી. આ સુવિધા હેઠળ હવે વગર વ્યાજે નાણાં વાપરવા મળશે અને સાથે જ વાર્ષિક કેશબેકનો પણ લાભ મળશે. પણ શું તમે જાણો છો કે આ કાર્ડ મેળવવા માટે કઈ શરતો પૂરી કરવી પડશે અને કયા દસ્તાવેજો વગર તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે?
pm svanidhi credit card  શું તમે પણ નાના વેપારી છો  વ્યાજ વગર વાપરો ₹30 000  જાણો કઈ રીતે
Advertisement
  • નાના વેપારીઓને હવે વ્યાજ વગર ₹30,000 સુધીની ક્રેડિટ મળશે
  • આ ખાસ RuPay કાર્ડને સીધું જ UPI સાથે લિંક કરી શકાશે
  • ડિજિટલ પેમેન્ટ કરવા પર વાર્ષિક ₹1,200 સુધીનું મળશે કેશબેક
  • 21 થી 65 વર્ષની વયના પાત્ર વેન્ડર્સ ઓનલાઇન અરજી કરી શકશે
  • સિવિલ સ્કોર સુધારવા અને ભવિષ્યની મોટી લોન માટે શ્રેષ્ઠ તક

PM SVANidhi Credit Card : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) દ્વારા જાન્યુઆરી 2026 માં સ્ટ્રીટ વેન્ડર્સ (Street Vendors) માટે એક ક્રાંતિકારી પગલું ભરતા 'PM સ્વાનીધિ ક્રેડિટ કાર્ડ' (PM SVANidhi Credit Card) લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ ખાસ કરીને એવા નાના વેપારીઓ માટે છે જેઓ પોતાના વ્યવસાયને ડિજિટલ ઈન્ડિયા (Digital India) સાથે જોડવા માંગે છે.

PM સ્વાનીધિ ક્રેડિટ કાર્ડ શું છે?

આ એક RuPay ક્રેડિટ કાર્ડ છે જે સીધું જ તમારા UPI ID સાથે લિંક કરી શકાય છે. આ કાર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 20 થી 50 દિવસ સુધી વ્યાજમુક્ત ક્રેડિટ (Interest-Free Credit) મળે છે. શરૂઆતમાં ₹10,000 ની મર્યાદા મળે છે, જે સમયસર ચુકવણી બાદ વધીને ₹30,000 (Maximum Limit) સુધી પહોંચી શકે છે. આ કાર્ડની માન્યતા 5 વર્ષ માટે રહેશે.

Advertisement

PM SVANidhi Credit Card : કોણ કરી શકે છે અરજી?

આ કાર્ડનો લાભ લેવા માટે કેટલીક શરતો (Terms and Conditions) નક્કી કરવામાં આવી છે:

Advertisement

  • અરજદારની ઉંમર 21 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • કોઈપણ જૂની લોનમાં ડિફોલ્ટ (Loan Default) થયેલ ન હોવું જોઈએ.
  • જે વેન્ડર્સે PM સ્વાનીધિ યોજના હેઠળ બીજી લોન (2nd Tranche) સફળતાપૂર્વક ભરી દીધી છે અને ત્રીજી લોન (₹50,000) માટે પાત્ર છે, તેઓ આ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.

PM SVANidhi Credit Card : જરૂરી દસ્તાવેજો

અરજી કરતા પહેલા આ પેપર્સ તૈયાર રાખો:

આધાર કાર્ડ (Aadhaar Card): મોબાઈલ નંબર સાથે લિંક હોવું ફરજિયાત.

પાન કાર્ડ (PAN Card): KYC પ્રક્રિયા માટે જરૂરી.

વિંગ સર્ટિફિકેટ (Vending Certificate - CoV): નગર નિગમ (ULB) દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર.

બેંક પાસબુક (Bank Passbook): બચત ખાતાની વિગતો માટે.

UPI ID: એક સક્રિય યુપીઆઈ આઈડી.

અરજી કરવાની પ્રક્રિયા

તમે ઓનલાઇન (Online Application) અને ઓફલાઇન (Offline) બંને રીતે અરજી કરી શકો છો:

ઓનલાઇન રીત: પીએમ સ્વાનીધિની સત્તાવાર વેબસાઈટ (Official Website) પર જઈ 'Apply for Credit Card' પર ક્લિક કરો. મોબાઈલ OTP દ્વારા વેરિફિકેશન કરી e-KYC પૂર્ણ કરો.

ઓફલાઇન રીત: નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા તમારી બેંક શાખાની મુલાકાત લો.

કાર્ડના મુખ્ય ફાયદાઓ

કોઈ ગેરંટીની જરૂર નથી (No Collateral Required): આ કાર્ડ માટે કોઈ પ્રોપર્ટી ગિરો મૂકવી પડતી નથી.

કેશબેક સુવિધા (Cashback Offers): ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર વાર્ષિક ₹1,200 સુધીનું કેશબેક મળી શકે છે.

ક્રેડિટ સ્કોરમાં સુધારો (Improve CIBIL Score): આ કાર્ડનો સાચો ઉપયોગ કરવાથી તમારો સિવિલ સ્કોર સુધરશે, જેનાથી ભવિષ્યમાં મોટી બિઝનેસ લોન (Business Loan) સરળતાથી મળશે.

આ પણ વાંચો : Silver ની માંગને પહોંચી વળવા અનોખો Pilot Project શરૂ કરાવાની તૈયારી

Tags :
Advertisement

.

×