Post Office માં ખાતું છે? તો જલ્દી વાંચો આ નવા નિયમ, નહીંતર અટકી જશે તમારા પૈસા!
- Post Office Rules 2026 : હવે PAN વગર વ્યવહાર મુશ્કેલ
- ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026 હેઠળ નવા નિયમો લાગુ
- ખાતું ખોલાવવા અને રોકડ જમા-ઉપાડ માટે PAN ફરજિયાત
- PAN ન હોય તો હવે ભરવું પડશે નવું 'Form 97'
- TDS બચાવવા માટે 15G/15H ની જગ્યાએ આવ્યું 'Form 121'
- નાની બચત યોજનાઓમાં પારદર્શિતા વધારવા સરકારનો નિર્ણય
Post Office Rules 2026 : ભારત સરકારે ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026 (Income-tax Rules 2026) હેઠળ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Saving Schemes) માટેના નિયમોમાં ધરખમ ફેરફારો કર્યા છે. હવે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા, નાણાં જમા કરવા, ઉપાડ કરવા કે ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરવા જેવી પ્રવૃત્તિઓ માટે પાન કાર્ડ (PAN Card) આપવું ફરજિયાત બનશે. આ ફેરફારનો મુખ્ય હેતુ નાની બચત યોજનાઓને ટેક્સ સિસ્ટમ સાથે જોડવાનો અને મોટા વ્યવહારો પર નજર રાખવાનો છે.
Post Office Rules 2026 : નવા ફોર્મ અને ટેક્સ જોગવાઈઓ
નવી જોગવાઈઓ મુજબ, જે લોકો પાસે PAN નથી, તેમણે હવે ફોર્મ 60 ને બદલે નવું ફોર્મ 97 (Form 97) ભરવું પડશે. આ ફોર્મમાં વ્યવહારની વિગતો અને જરૂરી દસ્તાવેજો આપવા પડશે, જેથી PAN વગરના ટ્રાન્ઝેક્શનને પણ ટ્રેક કરી શકાય. આ ઉપરાંત, સરકારે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS) માંથી મુક્તિ મેળવવા માટે અગાઉના ફોર્મ 15G અને 15H ને જોડીને નવું ફોર્મ 121 (Form 121) રજૂ કર્યું છે. હવે તમામ ઉંમરના લોકો આ એક જ ફોર્મ દ્વારા TDS થી બચી શકશે, જો તેમની કરપાત્ર આવક શૂન્ય હોય.
પારદર્શિતા અને રેકોર્ડ મેન્ટેનન્સ
નવા નિયમો હેઠળ, પોસ્ટ ઓફિસે હવે તમામ દસ્તાવેજો અને ડિક્લેરેશન ઓછામાં ઓછા 7 વર્ષ સુધી સુરક્ષિત રાખવા પડશે. આનાથી જરૂર પડ્યે ઇન્કમ ટેક્સની તપાસ સરળ બનશે અને સિસ્ટમમાં વધુ પારદર્શિતા (Transparency) આવશે. જોકે, હાલમાં સિસ્ટમ અપગ્રેડ થઈ રહી હોવાથી પોસ્ટ ઓફિસ કામચલાઉ ધોરણે જૂના ફોર્મ 15G અને 15H સ્વીકારી રહી છે, પરંતુ ટૂંક સમયમાં સંપૂર્ણ નવી વ્યવસ્થા અમલી બનશે. રોકાણકારોએ હવે તેમના PAN અપડેટ રાખવા અને નવા ફોર્મ વિશે જાગૃત રહેવું અનિવાર્ય છે.
આ પણ વાંચો : Post Office Scheme: પૈસાથી પૈસા બનાવો, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 2 લાખના રોકાણ પર મળશે 90 હજારથી વધુ વ્યાજ!


