ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ : નાની બચતથી તમારા બાળકોના શિક્ષણ માટે તૈયાર થશે 15 લાખનું ફંડ

પોસ્ટ ઓફિસની PPF સ્કીમ : નાની બચતથી બાળકો માટે 15 લાખનું ફંડ તૈયાર કરો
07:42 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
પોસ્ટ ઓફિસની PPF સ્કીમ : નાની બચતથી બાળકો માટે 15 લાખનું ફંડ તૈયાર કરો

અમદાવાદ : લગ્ન પછી જીવન નવી દિશામાં આગળ વધે છે ત્યારે અનેક જવાબદારીઓ સાથે આવે છે. આમાં સૌથી મોટી ચિંતા હોય છે બાળકોના શિક્ષણનો ખર્ચ. આજના સમયમાં શિક્ષણનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. શાળાની ફી, ડ્રેસ, પુસ્તકો-નોટબુક, ટ્રાન્સપોર્ટ અને શાળાના કાર્યક્રમો પર દર મહિને નોંધપાત્ર ખર્ચ થાય છે. આવા સમયે જો પહેલેથી બચતની યોજના બનાવી લેવામાં આવે તો આ ખર્ચ ભારરૂપ બનતા નથી. પોસ્ટ ઓફિસની એક ખાસ સ્કીમ આ સમસ્યાનું સમાધાન બની શકે છે. આ સ્કીમમાં નિયમિત નાની રકમ જમા કરવાથી મેચ્યોરિટી પર મોટી રકમ મળે છે, જે બાળકોના શિક્ષણ જેવા મોટા ખર્ચ માટે પૂરતી હોય છે.

આ પણ વાંચો- શું તમને લાગે છે પિતૃ દોષ? આ 10 ભૂલો બની શકે છે કારણ

નાની બચતથી બનશે મોટું ફંડ

પોસ્ટ ઓફિસની પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ લાંબા ગાળાના રોકાણ માટે એક વિશ્વસનીય વિકલ્પ છે. આ યોજના સુરક્ષિત છે અને તેમાં સારું વળતર પણ મળે છે. આ સ્કીમમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકાય છે. આ યોજનાનો સમયગાળો 15 વર્ષનો છે. એટલે કે, જો તમે 15 વર્ષ સુધી નિયમિત રોકાણ કરો તો મેચ્યોરિટી પર તમને મોટી રકમ મળે છે, જે બાળકોના ઉચ્ચ શિક્ષણ જેવા ખર્ચમાં મદદરૂપ થઈ શકે છે. હાલમાં આ સ્કીમ પર 7.1% વાર્ષિક વ્યાજ મળે છે, જે ટેક્સ-ફ્રી છે. આ જ કારણે આ સ્કીમ ખાસ કરીને મધ્યમ વર્ગ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

70 રૂપિયાની રોજની બચતથી 6.78 લાખનું ફંડ

જો તમે રોજના માત્ર 70 રૂપિયાની બચત કરો તો મહિને 2,100 રૂપિયા જમા થઈ શકે છે. આ હિસાબે વર્ષે તમે 25,200 રૂપિયાનું રોકાણ કરશો. જો આ રોકાણ 15 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો કુલ જમા રકમ લગભગ 3.75 લાખ રૂપિયા થશે. આમાં 7.1% વાર્ષિક વ્યાજ ઉમેરવામાં આવે તો મેચ્યોરિટી પર તમને આશરે 6.78 લાખ રૂપિયા મળી શકે છે. આ રકમ તે સમયે ખૂબ ઉપયોગી બની શકે છે, જ્યારે બાળકો 10મા કે 12મા ધોરણ પછી કોઈ મોટા કોર્સ કે કૉલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે અને એક સાથે મોટી રકમની જરૂર હોય.

આ પણ વાંચો-નવા લુક અને ફીચર્સ સાથે લોન્ચ થશે નવી જનરેશનની Kia Seltos, Hyundai Cretaને મળશે જોરદાર ટક્કર

રિસ્ક વગર કરી શકો છો રોકાણ

પીપીએપ સરકાર દ્વારા ચાલું કરાવામાં આવેલી યોજના છે, તેથી આમાં રોકાણ કરવામાં કોઈ જ રિસ્ક નથી. આ બેંકની જેમ ઉતાર-ચઢાવથી પ્રભાવિત થતું નથી. સાથે જ આમાં મળનારો વ્યાજ અને મેચ્યોરિટી એમાઉન્ટ બંને ઈન્કમટેક્સથી સંપૂર્ણ રીતે છૂટના દાયરામાં આવે છે. કરદાતાને ટેક્સ બેનિફિટ પણ મળે છે. તેથી બચત કરનારાઓને ડબલ ફાયદો મળી શકે છે. એક તરફ નાની નિયમિત બચતથી મોટું ફંડ બને છે તો બીજી તરફ ટેક્સમાં પણ રાહત મળે છે.

કેમ છે આ સ્કિમ શાનદાર વિકલ્પ?

આ પણ વાંચો- Asia Cup 2025 : શુભમન ગિલ નહીં, આ 3 ખેલાડીઓ છે ભારતના ગેમ ચેન્જર્સ, વીરેન્દ્ર સેહવાગે જણાવ્યા નામ

Tags :
#ChildrensEducation#FinancialPlan#PPFScheme#SavingsPlaninvestmentPostOffice
Next Article