ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રેલ નીર પાણીની બોટલ સસ્તી થશે, નવા GST દરોનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચશે

Rail Neer Price Drop : આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થનારી નવી GST સિસ્ટમને ધ્યાનમાં રાખીને રેલ નીરના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે
04:42 PM Sep 20, 2025 IST | PARTH PANDYA
Rail Neer Price Drop : આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થનારી નવી GST સિસ્ટમને ધ્યાનમાં રાખીને રેલ નીરના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે

Rail Neer Price Drop : રેલ મંત્રાલયના (Railway Ministry) રેલ્વે બોર્ડે (Rail Board) શનિવારે રેલ નીરના ભાવ અંગે એક મોટી જાહેરાત કરી છે. રેલ્વે બોર્ડે (Railway Board) એક જાહેરનામું બહાર પાડીને રેલ નીર (Rail Neet) બ્રાન્ડ હેઠળ વેચાતા બોટલબંધ પાણીના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો (Rail Neer Price Drop) જાહેર કર્યો છે. આ ઘટાડો 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવશે. નવી કિંમતો લાગુ થયા પછી, 1 લિટર રેલ નીરની (Rail Neer Price Drop) બોટલ 14 રૂપિયામાં મળશે, અને 500 મિલી રેલ નીરની (Rail Neer Price Drop) બોટલ 9 રૂપિયામાં મળશે. હાલમાં, 1 લિટર રેલ નીરની બોટલ 15 રૂપિયામાં અને અડધા લિટર રેલ નીરની બોટલ 10 રૂપિયામાં મળી રહી છે.

નવા GST દરો લાગુ થતાં પાણી સસ્તું થશે

રેલવે મંત્રાલયે એક સત્તાવાર ટ્વીટમાં જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરથી લાગુ થનારી નવી GST સિસ્ટમને (New GST Rule Benefits) ધ્યાનમાં રાખીને રેલ નીરના ભાવ ઘટાડવામાં આવી રહ્યા છે. GST ઘટાડાનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે, રેલ નીરની (Rail Neer Price Drop) મહત્તમ વેચાણ કિંમત ₹15 થી ઘટાડીને ₹14 અને અડધા લિટર માટે ₹10 થી ઘટાડીને ₹9 ​​કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય કંપનીઓની પાણીની બોટલો પણ સસ્તી થશે

રેલ્વે બોર્ડે તેના સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં વેચાતી IRCTC/અન્ય બ્રાન્ડ્સની પેકેજ્ડ પાણીની બોટલોની મહત્તમ છૂટક કિંમત 1 લિટરની બોટલ માટે ₹15 થી ઘટાડીને ₹14 અને 500 મિલીની બોટલ માટે ₹10 થી ઘટાડીને ₹9 ​​કરવામાં આવશે.

IRCTC પાણી વેચીને કરોડો રૂપિયાનો નફો કમાય છે

એ નોંધવું રહ્યું કે, રેલ નીર (Rail Neer Price Drop) ભારતીય રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં પાણી વેચે છે. જ્યારે અન્ય બધી કંપનીઓ પાણીની બોટલો ₹ 20 માં વેચે છે, ત્યારે IRCTC તેને ₹15 માં વેચે છે. એ નોંધનીય છે કે, IRCTC ફક્ત પાણી વેચીને વાર્ષિક ધોરણે નોંધપાત્ર નફો કમાય છે. નાણાકીય વર્ષ 2024-25 માં, કંપનીએ ફક્ત રેલ નીર (Rail Neer Price Drop) વેચીને ₹ 46.13 કરોડનો નફો મેળવ્યો હતો.

આ પણ વાંચો -----  ખેડૂતે શેરડીના રસમાંથી આઇસક્રિમ અને કેન્ડી બનાવી સમૃદ્ધિના દ્વાર ખોલ્યા

Tags :
CustomerBenefitGujaratFirstgujaratfirstnewsGujaratiNewsNewGSTRulingRailNeerPriceDropRailwayMinistry
Next Article