Ramesh Maganlal Thakkar: કર્તવ્યનિષ્ઠા અને માનવતાના સમન્વયથી ઘડાયેલું એક અદ્રિતીય વ્યક્તિત્વ
- Ramesh Maganlal Thakkar: "સેવા જ પરમો ધર્મ"નો મંત્ર
- સાત સમંદર પાર ગુજરાતી અસ્મિતાને દીપાવતું અદ્રિતીય વ્યક્તિત્વ
- જાગૃતિ, પ્રમાણિકતા અને સમાજને પરત આપવાની ભાવના
- કર્તવ્યનિષ્ઠા અને કરુણાનો સંગમ, રમેશ ઠક્કરની જીવન સફર
- નાકુરુના આદરણીય ઉદ્યોગપતિ રમેશભાઈ ઠક્કર
Ramesh Maganlal Thakkar: રમેશ મગનલાલ ઠક્કરનું જીવન સાદગી, નિષ્ઠા અને અવિરત પરિશ્રમનો જીવંત દસ્તાવેજ છે. તેમનો જન્મ (Birth) વર્ષ 1944માં કેન્યાના નાકુરુ (Nakuru) ખાતે થયો હતો. મગનલાલ રુગનાથ અને જયાબેન ઠક્કરના બીજા સંતાન એવા રમેશભાઈનું વતન (Native) ગુજરાતનું પોરબંદર (Porbandar) છે. તેમના પિતા મગનલાલભાઈ પોતે એક પ્રખર કર્મયોગી હતા, તેમણે નાકુરુ કાઉન્ટીમાં કાઉન્સિલર તરીકે 24 વર્ષ સુધી સેવા આપી હતી. પિતાના આ સંસ્કારો અને લોકસેવાની ભાવના રમેશભાઈના જીવનનો પાયો બની હતી.
શિક્ષણ અને વિદેશમાં સંઘર્ષ (Education and Struggles)
રમેશભાઈએ માત્ર 9 વર્ષની ઉંમરે ભારત આવી 7 વર્ષ સુધી ખૂબ જ મર્યાદિત સુવિધાઓ વચ્ચે અભ્યાસ (Study) કર્યો હતો. આ સમયગાળાએ તેમને સહનશીલતા અને માનવતાના પાઠ શીખવ્યા હતા. ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે યુકે (UK) ગયા હતા. લીડ્ઝ (Leeds) ખાતેની એલર્ટન ગ્રેન્જ સ્કૂલમાં તેઓ એકમાત્ર ભારતીય વિદ્યાર્થી હતા. ત્યાં તેમને યુનિવર્સિટી ઓફ લીડ્ઝમાંથી એકાઉન્ટન્સી (Accountancy) વિષયમાં સ્નાતક પદવી મેળવી હતી. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે એકાઉન્ટન્ટ તરીકે પણ કાર્ય કરી અનુભવ મેળવ્યો હતો.
વ્યવસાયિક સફર અને ઉચ્ચ હોદ્દાઓ (Professional Journey and Designations)
વર્ષ 1967માં પિતાની વિનંતીથી તેઓ કેન્યા પરત ફર્યા અને કૌટુંબિક વ્યવસાયમાં (Business) જોડાયા હતા. રમેશભાઈએ તેમના ભાઈઓ અશ્વિન અને મહેશ સાથે મળીને વ્યવસાયને નવી ઊંચાઈએ પહોંચાડ્યો હતો. તેમણે 'વોઈ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ' (VOI Industries Ltd) જેવી મોટી ખાદ્ય તેલની ફેક્ટરી સ્થાપી હતી. હાલમાં તેઓ 'ઠક્કર ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ' (Thakkar Investments Ltd) ના ચેરમેન (Chairman) તરીકે કાર્યરત છે. આ ઉપરાંત, તેઓ 'એમ ઓરિએન્ટલ બેંક' (M Oriental Bank) ના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.
આ પણ વાંચો----- Raju Motiram Aildasani: ઇન્દોરથી ઇન્ડોનેશિયાના ટેક્સટાઈલ કિંગ, રાજુ આઈલદાસાણીની Success Story
સામાજિક ઉત્તરદાયિત્વ (Social Responsibility and Philanthropy)
રમેશભાઈ માટે સમાજ સેવા એ માત્ર જવાબદારી નહીં પણ એક શોખ છે. તેઓ લોહાણા સમાજ (Lohana Community) ના 14 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. કૃષ્ણ મંદિર અને લાયન્સ ક્લબ (Lions Club) ના માધ્યમથી તેમણે અસંખ્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે. ખાસ કરીને દ્રષ્ટિહીન લોકો માટે આઈ કેમ્પ (Eye Camps) યોજીને અનેક લોકોને નવી રોશની પૂરી પાડી છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ લાયન્સ સ્કૂલના સ્થાપનાકાળથી તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. તેઓ ધર્મ અને સંસ્કૃતિના સાચા રક્ષક તરીકે નાકુરુમાં ખૂબ જ આદરણીય સ્થાન ધરાવે છે.
કૌટુંબિક જીવન અને પ્રેરણાદાયી ફિલોસોફી (Family and Philosophy)
રમેશભાઈના સફળ જીવનમાં તેમના પત્ની અનિલાબેનનો સાથ (Support) ખૂબ જ મહત્વનો રહ્યો છે. તેમના લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ થયા છે. તેમને ત્રણ દીકરીઓ રાજશ્રી, મીરા અને તોરલ છે, જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સુખી જીવન જીવે છે. તેમનો પૌત્ર માનવ દેવાની પણ રમેશભાઈની જેમ સ્પોર્ટ્સમાં ખૂબ રસ ધરાવે છે. રમેશભાઈ માને છે કે માણસે હંમેશા પ્રમાણિકતાથી કામ કરવું જોઈએ અને બદલાની અપેક્ષા વગર આપવાની ભાવના (Giving Back) રાખવી જોઈએ. તેમની જીવનની ફિલોસોફી "સતર્કતા અને પરોપકાર દ્વારા સફળતા" (Success Through Consciousness and Giving Back) ના મંત્ર પર આધારિત છે.
આ પણ વાંચો----- Ramesh Khagram: નમ્રતા અને દ્રઢ સંકલ્પનું જીવંત ઉદાહરણ, કેન્યાના બિઝનેસ ટાયકૂન રમેશભાઈ ખગ્રામની સક્સેસ સ્ટોરી


