Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પિતાની નાનકડી દુકાન અને પુત્રનું મોટું વિઝન, વાંચો ‘ગુજરાત રત્ન’ Rasiklal Kantaria ની Success Story

ગુજરાતની ધરતીના રત્ન સમાન રસીકલાલ કાંટારિયાએ સાત સમંદર પાર આફ્રિકાના કેન્યા દેશમાં જઈ પોતાની મહેનતથી સફળતાનું શિખર સર કર્યું છે. એક સામાન્ય કરીયાણાની દુકાન ચલાવતા પિતાના પુત્ર હોવાથી લઈને કેન્યામાં 'પ્રાઈમ બેંક' જેવું વિશાળ બેંકિંગ સામ્રાજ્ય ઊભું કરવા સુધીની તેમની સફર અત્યંત પ્રેરણાદાયી છે. તેમનું જીવન સંઘર્ષ, દ્રઢ નિશ્ચય અને વતન પ્રત્યેના પ્રેમના અનોખા સંગમ સમાન છે.
પિતાની નાનકડી દુકાન અને પુત્રનું મોટું વિઝન  વાંચો ‘ગુજરાત રત્ન’ rasiklal kantaria ની success story
Advertisement
  • 'ગુજરાત રત્ન' Rasiklal Kantaria Success Story
  • 106 વર્ષ પહેલાં ભારત છોડીને કેન્યા ગયા, આજે કેન્યાની ટોચની બેંકિંગ નેટવર્કના સ્થાપક
  • યુ.કે. થી ફાઈનાન્સમાં અભ્યાસ પૂરો કરીને આર્કિટેક્ચર વ્યવસાયમાં પિતાને સાથ આપ્યો
  • 1992 માં પ્રાઈમ બેંક લિમિટેડની સ્થાપના કરીને કેન્યાના બેંકિંગ નેટવર્કનો ભાગ બન્યા

Rasiklal Kantaria Success Story: ગુજરાતના વડોદરાથી આફ્રિકાના કેન્યા (Kenya) જઈને સ્થાયી થયેલા રસીકલાલ કાંટારિયા (Rasiklal Kantaria) એ કરીયાણાની નાનકડી દુકાનમાંથી પ્રાઈમ બેંક (Prime Bank) ના સ્થાપક બનેલી તેમની વિગતવાર સફળતા (Success Story) જાણો. 1943 માં લીમુરુમાં જન્મેલા રસીકલાલનો અભ્યાસ, કેન્યા અને યુ.કે. માં ફાઈનાન્સમાં સ્નાતક, પિતાનો સાથ, બેંકિંગમાં પ્રાઈમ બેંકની શરૂઆત અને સામાજિક કાર્યોમાં તેમનું યોગદાન. 'ગુજરાત રત્ન' રસીકલાલ કાંટારિયા (Gujarat Ratna Rasiklal Kantaria) નો સંઘર્ષ અને સફળતા હંમેશા ભારતીયો માટે પ્રેરણારૂપ બની રહેશે.

મૂળ ગુજરાતના અને આફ્રિકા ખંડના કેન્યા દેશમાં જઈને સ્થાયી થયેલા રસીકલાલ કાંટારિયાનું જીવન એક સાચા ઉદ્યોગસાહસિક (Entrepreneur) નો શ્રેષ્ઠ નમૂનો છે. તેમનો સંઘર્ષ (Struggle) અને તેમની સફળતા (Success) એક એવા વિઝનરી (Visionary) ને દર્શાવે છે, જેમણે સંકટને હંમેશા અવસરમાં પરિવર્તિત કર્યું. પાંચ પેઢી પહેલાં ભારત છોડીને કેન્યા ગયેલા રસીકલાલ કાંટારિયાનો જન્મ લીમુરુમાં થયો હતો. તેમના પિતા, છગનલાલ ધરામશી કાંટારિયા એક સાધારણ કરીયાણાના દુકાનદાર હતા. તે સમયે આફ્રિકાના રેલ્વે નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું હતું. આ જ રેલ્વે લાઈનના નિર્માણ માટે આશરે 3500 જેટલા ભારતીય મજૂરો પણ આફ્રિકા લાવવામાં આવ્યા હતા.

Advertisement

Rasiklal Kantaria Success Story_GUJARAT 0

Advertisement

નાનપણમાં જ સંકટ સામે લડ્યા, શિક્ષણ પર આપ્યું ધ્યાન

1932 માં, જ્યારે પિતા કરીયાણાની દુકાન ચલાવતા હતા, ત્યારે આ આખો પરિવાર એક મોટા આર્થિક અને સામાજિક સંકટમાં ફસાઈ ગયો. પિતાએ આ સંકટનો સામનો કરીને પણ પોતાના ચાર પુત્રોઃ ગોરધનદાસ, જમનાદાસ, નરનાલ અને રસીકલાલને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1943 માં રસીકલાલનો જન્મ થયો ત્યારે પિતાની સ્થિતિ ખૂબ સાધારણ હતી, પરંતુ તેમણે પુત્રના શિક્ષણમાં (Education) કઈ પણ કમી ન આવવા દીધી. કેન્યા અને ભારત એમ બંને જગ્યાએથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, રસીકલાલ કાંટારિયાએ 1962 માં યુ.કે. જઈને ફાઈનાન્સમાં (Finance) ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. 1965 માં તેઓ સ્નાતક (Graduate) થઈને કેન્યા પરત ફર્યા.

Rasiklal Kantaria Success Story_GUJARAT 01

પિતાનો સાથ અને વ્યવસાયમાં સફળતા (Business Success)

1944 માં પિતાએ આર્કિટેક્ચર બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. પરત આવીને રસીકલાલે પિતાના આ વ્યવસાયમાં સાથ આપવાનું શરૂ કર્યું. તેઓએ ટ્રેડિંગ વ્યવસાયમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનો હેતુ માત્ર નફો કમાવાનો ન હતો, પરંતુ વધુ લોકોને રોજગાર (Employment) આપવાનો હતો. ગલ્વાનીઝ આયર્ન સીટ્સ અને વૂડન ફ્લોરિંગના વ્યવસાયમાં તેમણે 1960 ના દાયકામાં મોટી સફળતા મેળવી. 1967 માં પિતાના નિધન બાદ રસીકલાલ કાંટારિયાએ સમગ્ર વ્યવસાયની જવાબદારી સંભાળી અને તેમના ભાઈઓને પણ વ્યવસાયમાં સામેલ કર્યા.

આ પણ વાંચો---- Ramesh Maganlal Thakkar: કર્તવ્યનિષ્ઠા અને માનવતાના સમન્વયથી ઘડાયેલું એક અદ્રિતીય વ્યક્તિત્વ

બેંકિંગ સામ્રાજ્યની સ્થાપનાઃ એક મોટું પગલું (Prime Bank Ltd.)

1991 માં, જ્યારે પ્રાઈમ ફાઈનાન્સ કંપની (PFC) અસ્તિત્વમાં આવી, ત્યારે રસીકલાલને બેંકિંગ બિઝનેસમાં પ્રવેશવાની તક મળી. પ્રાઈમ કેપિટલ અને ક્રેડિટ લિમિટેડ (PCCL) ની શરૂઆત PFC ના આધારે થઈ. શરૂઆતમાં બેઝિક ફાઈનાન્સિયલ સર્વિસ પૂરી પાડતી આ સંસ્થા આગળ જતાં 1992 માં પ્રાઈમ બેંક લિમિટેડ (Prime Bank Ltd.) માં પરિવર્તિત થઈ. પ્રાઈમ બેંક, કેન્યા (Kenya) ની પ્રથમ સ્થાનિક બેંક બની. કેન્યાના બેંકિંગ નેટવર્કનો ભાગ બનીને પ્રાઈમ બેંક આજે કેન્યાની ટોચની બેંકોમાં સ્થાન ધરાવે છે. પ્રાઈમ બેંકના ચેરમેન (Chairman) તરીકે રસીકલાલ કાંટારિયાએ બેંકને એક નવું વિઝન આપ્યું છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સસ્તી ફાઈનાન્સિયલ સર્વિસ આપવાનો છે. કેન્યાના ભૂતપૂર્વ પ્રમુખ એચ.ઈ. ઉહુરુ કેન્યાટાના આશીર્વાદ સાથે રસીકલાલ કાંટારિયાએ આફ્રિકાના અન્ય દેશોમાં પણ પ્રાઈમ બેંકનું નેટવર્ક વિસ્તાર્યું.

સામાજિક સેવામાં પણ રહ્યા આગળ (Social Service)

વ્યવસાયિક સફળતા ઉપરાંત સામાજિક સેવામાં (Social Service) પણ કાંટારિયા પરિવાર હંમેશા આગળ રહ્યો છે. તેમણે લીમુરુમાં અનેક મસ્જિદો અને ચર્ચોના નિર્માણમાં મદદ કરી છે. તેઓ ગરીબ મહિલાઓને પણ રોજગાર પૂરો પાડી રહ્યા છે. લાયન્સ ક્લબ (Lions Club) અને રોટરી ક્લબ (Rotary Club) ના માધ્યમથી સામાજિક કાર્યોને વેગ આપ્યો. તેઓ લીમુરુના આર્કડે કોર્પોરેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી (Trustee) પણ છે. કેન્યાના પ્રમુખ દ્વારા તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Rasiklal Kantaria Success Story_GUJARAT 02

રસીકલાલ કાંટારિયાએ વ્યવસાયમાં માત્ર નફો જ નથી કમાયો, પણ સામાજિક પરિવર્તન લાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુધીના તમામ લોકો રસીકલાલ કાંટારિયાની આ પ્રશંસનીય પ્રવૃત્તિઓની હંમેશા સરાહના કરી છે. તેમના બાળકો, પુત્રી રાખી જે આર્કિટેક્ટ (Architect) છે, પુત્ર અમર જે ફાઈનાન્સ સેક્ટરમાં છે, અને વિજય જે ફાઈનાન્સ સેક્ટરમાં કાર્યરત છે, તેમના વિઝનને આગળ વધારી રહ્યા છે. રસીકલાલ કાંટારિયા ઉર્ફ 'ગુજરાત રત્ન' ની આ Kahani તમામ ભારતીયો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત (Inspiration) બની રહેશે.

આ પણ વાંચો---- હીરા ઉદ્યોગનો તેજસ્વી સિતારો અને માનવતાનો મસીહા, Rashmi Kirtilal Mehta ની સક્સેસ સ્ટોરી


Tags :
Advertisement

.

×