RBI Cancel Holiday : બેંકમાં એક દિવસની રજા રદ કરાઇ, જાણો કારણ
- RBI Cancel Holiday, બેંકની એક દિવસની રજા કપાઇ
- નાણાંકિય વર્ષની અંતિમ તારીખે આ વર્ષે બેંક ચાલુ રહેશે
- મહાવીર જયંતિ હોવાથી કેટલાક રાજ્યોમાં રજા આપવામાં આવી હતી
- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પૂર્વનિર્ધારિત રજા રદ કરી દેવાઇ
RBI Cancel Holiday : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ માર્ચ મહિનાની આખર તારીખના રોજની અગાઉ નિર્ધારિત બેંક રજા રદ કરી છે. કેટલાક રાજ્યોમાં મહાવીર જયંતિને કારણે બેંકો મૂળ 31 માર્ચે બંધ રહેવાની હતી, પરંતુ હવે આ નિર્ણય બદલી દેવામાં આવ્યો છે. RBI ના નવા આદેશ મુજબ, બેંકો 31 માર્ચે ખુલ્લી રહેશે, જેનાથી તમામ બેંકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ રાજ્યોમાં અસર પડશે (RBI Cancel Holiday)
31 માર્ચ કોઈપણ નાણાકીય વર્ષની છેલ્લી તારીખ છે. સરકારે RBI ને આ તારીખ સુધીમાં તમામ સરકારી આવક અને ચૂકવણીનો હિસાબ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. તે મુજબ, RBI એ તમામ એજન્સી બેંકોને મંગળવાર, 31 માર્ચ, 2026 ના રોજ સરકારી કામકાજ કરતી તેમની બધી શાખાઓ ખુલ્લી રાખવાનું સૂચન કર્યું છે. RBI ના રજા કેલેન્ડર મુજબ, 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોમાં મહાવીર જયંતિને કારણે બેંકો બંધ રહેનાર હતી.
આ પણ વાંચો ------- Elon Musk: SpaceX અને xAI નો વિલય, જાણો આ ડીલની એલૉન મસ્કની કુલ સંપત્તિ પર અસર
આ મહિને રજાની યાદી (RBI Cancel Holiday)
18 ફેબ્રુઆરીએ સિક્કિમમાં લોસર તહેવારની ઉજવણીને લઇને બેંકો બંધ રહેશે. 19 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણીને લઇને માટે બેંકો બંધ રહેશે. 20 ફેબ્રુઆરીના રોજ મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં રાજ્ય સ્થાપના દિવસ/રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીને લઇને બેંકો બંધ રહેનાર છે.
માર્ચ માસની રજાની યાદી
માર્ચની રજાઓ અંગે, હોળીના કારણે વિવિધ રાજ્યોમાં 2-3 અને 4 માર્ચે બેંકો બંધ રહેશે. છપચર કુટ 13 માર્ચે, શબ-એ-કદર 17 માર્ચે અને ગુડી પડવા/ઉગાદી ઉત્સવ/તેલુગુ નવું વર્ષ/સાજીબુ નોંગમાપાનાબા (ચેરાબોબા)/પહેલી નવરાત્રી 19 માર્ચે છે. દેશભરના વિવિધ રાજ્યોમાં આ ત્રણ તારીખે બેંક કામગીરી પણ બંધ રહેશે. 20-21 માર્ચે ઈદના કારણે અને 26 અને 27 માર્ચે રામ નવમીના કારણે બેંક કામગીરી પ્રભાવિત થશે. રવિવાર બેંકો માટે સાપ્તાહિક રજા છે. મોટાભાગના રાજ્યોમાં બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. બેંક રજાઓ બેંકિંગ સેવાઓને અસર કરે છે જેમાં શાખાની મુલાકાત લેવાની જરૂર પડે છે, પરંતુ ઓનલાઈન બેંક સેવાઓને અસર થતી નથી.
આ પણ વાંચો ------ Anthropic ના નવા AI ટૂલથી ગ્લોબલ માર્કેટમાં હડકંપ, એક જ દિવસમાં $ 285 અબજ સાફ


