RBI MPC Meeting: નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ, વ્યાજ દરોમાં ઘટાડાની સંભાવના
- નાણાકીય નીતિ સમિતિની બેઠક શરૂ
- આજથી ત્રણ દિવસ માટે મુંબઇમાં શરૂ થઇ
- ગર્વનર સંજય મલ્હોત્રા તેની જાહેરાત કરશે
RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેંકની (RBI)નાણાકીય નીતિ સમિતિની બેઠક આજથી ત્રણ દિવસ માટે મુંબઇમાં શરૂ થઇ ગઇ છે. આ બેઠકમાં નીતિગત (repo rate)વ્યાજદરો પર નિર્ણય લેવાશે. જો કે આ નિર્ણયની જાહેરાત તો 6 જૂને થશે. કેન્દ્રીય બેંકના ગર્વનર સંજય મલ્હોત્રા તેની જાહેરાત કરશે.
આજથી બેઠક શરૂ
આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે દેશમાં મોંઘવારીમાં થોડી રાહત જોવા મળી છે. સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યન્વય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં રિટેઇલ મોંઘવારી એપ્રિલમાં ઘટીને 3.16 ટકા રહી ગઇ છે. જે માર્ચમાં 3.34 ટકા હતી. જો કે મોંઘવારી દર 4 ટકાથી ઓછી છે. એવામાં સમિતિ નીતિગત નિર્ણય લેતા સમયે ધ્યાન રાખી શકે છે.
ઘટી શકે રેપો રેટ
એસબીઆઇ રિપોર્ટ અનુસાર આ બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડો થવાની સંભાવના છે. આરબીઆઇ રેપો રેટમાં 0.50 ટકાનો ઘટાડો કરી શકે છે. જેનુ કારણ દર્શાવતા કહ્યું છે કે આમ કરવાનું કારણ દેવુ ઘટાડીને આર્થિક અનિશ્ચિતતાઓની અસરને ઓછું કરવાનો છે.
9 એપ્રિલે કરાયો હતો ઘટાડો
મહત્વનું છે કે 9 એપ્રિલના રોજ પણ RBIએ લોનધારકોને મોટી રાહત આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) આજે રેપો રેટ ઘટાડવા અંગે નિર્ણય લીધો હતો.. RBI ફરી એકવાર રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકા કરાયો હતો..
ફેબ્રુઆરીમાં પણ કર્યો હતો ઘટાડો
બ્રુઆરી 2023 થી RBI એ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો હતો, જે ફેબ્રુઆરી 2025 માં ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. લગભગ પાંચ વર્ષમાં આ પહેલી વાર હતું જ્યારે નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
હોમ લોન અને કાર લોન થશે સસ્તી
રેપો રેટએ વ્યાજ દર છે જેની પર આરબીઆઇ બેંકોને લોન આપે છે પછી બેંક આગળ ગ્રાહકોને વ્યાજ એડ કરીને લોન આપે છે. એવામાં જો રેપો રેટમાં ઘટાડો આવે છે તો તમારી ઇએમઆઇ ઘટી શકે છે. હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઉદ્યોગોને સસ્તી લોન મળવાથી ન માત્ર શહેરી વપરાશમાં વધારો થશે પરંતુ કારખાનાઓમાં રોકાણ વધતા રોજગારી પણ વધશે.