Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

શું બેંકના એજન્ટો તમને હેરાન કરે છે? RBI ના નવા નિયમો જાણી લો, ગભરાવાની જરૂર નથી!

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન રિકવરી એજન્ટોની ગેરવર્તણૂક પર લગામ લગાવવા કડક નિયમો જાહેર કર્યા છે. ૧ ઓક્ટોબર, ૨૦૨૬થી લાગુ થતા આ નિયમો મુજબ, એજન્ટો હવે ગ્રાહકોને ધમકાવી કે માનસિક ત્રાસ આપી શકશે નહીં. એજન્ટો માટે પોલીસ વેરિફિકેશન અને ચોક્કસ સમયમર્યાદા ફરજિયાત છે. ગ્રાહકો સાથેની કોઈપણ ગેરવર્તણૂકની સીધી જવાબદારી હવે સંબંધિત બેંકની રહેશે, જેથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
શું બેંકના એજન્ટો તમને હેરાન કરે છે  rbi ના નવા નિયમો જાણી લો  ગભરાવાની જરૂર નથી
Advertisement
  • RBI Loan Recovery Rules : લોન રિકવરી એજન્ટોની હવે મનમાની નહીં ચાલે!
  • 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો
  • ગ્રાહકોને ધમકાવનાર એજન્ટોની જવાબદારી હવે બેંકોની રહેશે
  • સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ કરી શકાશે ફોન
  • એજન્ટોનું પોલીસ વેરિફિકેશન અને IIBF સર્ટિફિકેટ ફરજિયાત
  • લગ્ન કે શોક જેવા પ્રસંગોએ એજન્ટો ઘરે આવી શકશે નહીં

RBI Loan Recovery Rules : લોન લેનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઘણીવાર લોન રિકવરી (Loan Recovery) ના નામે એજન્ટો દ્વારા કરવામાં આવતી ગેરવર્તણૂક, માનસિક ત્રાસ અને ગાળાગાળીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને RBI એ કડક નિયમોનો નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ નિયમો 1 ઓક્ટોબર, 2026થી અમલી બની શકે છે.

RBI Banking Guidelines

Advertisement

RBI Loan Recovery Rules : બેંકોએ એજન્ટોના દરેક કૃત્યની જવાબદારી લેવી પડશે

નવા નિયમો મુજબ, હવે બેંકો અને નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFC) એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં. જો રિકવરી એજન્ટ (Recovery Agent) ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરશે, તો તેની સીધી જવાબદારી સંબંધિત બેંકની રહેશે. તમામ બેંકોએ પોતાની સત્તાવાર વેબસાઈટ અને એપ પર રજિસ્ટર્ડ રિકવરી એજન્સીઓના નામ જાહેર કરવા ફરજિયાત રહેશે.

Advertisement

કડક નિયમો: હવે ગુંડાગીરી પર લાગશે લગામ

પોલીસ વેરિફિકેશન: દરેક એજન્ટનું પોલીસ વેરિફિકેશન (Police Verification) ફરજિયાત કરવામાં આવ્યું છે, જેથી ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો ગ્રાહકોને ડરાવી-ધમકાવી ન શકે.

IIBF સર્ટિફિકેશન: રિકવરી એજન્ટ પાસે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્સ (IIBF) નું માન્ય સર્ટિફિકેટ હોવું જરૂરી રહેશે.

સંપર્કનો સમય: એજન્ટો હવે સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકને ફોન કરી શકશે.

માનવતાનું પાલન: કોઈના ઘરે લગ્નપ્રસંગ કે શોક જેવી સ્થિતિમાં એજન્ટો લોન માટે જઈ શકશે નહીં.

ઓળખ અને સૂચના: ગ્રાહકના ઘરે જતા પહેલા અગાઉથી જાણ કરવી અને આઈડી કાર્ડ તથા અધિકૃત પત્ર બતાવવો ફરજિયાત રહેશે.

આ નિયમોનો ભંગ કરનાર એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. RBIના આ કદમથી સામાન્ય લોન ધારકોને મોટી રાહત મળવાની આશા છે.

આ પણ વાંચો : Gold-Silver Price Today : સોનું કે ચાંદી, અત્યારે શું ખરીદવું વધુ ફાયદાકારક ?

Tags :
Advertisement

.

×