RBI એ સરકારને ચૂકવ્યા 2.69 લાખ કરોડ રૂપિયા, જાણો કારણ
- RBI એ કેન્દ્ર સરકારને ડિવિડન્ડ જાહેર કર્યું
- RBI એ ત્યારે સુધીની સૌથી મોટી રકમ
- સરકારને 2.69 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા
RBI : ભારતીય રિઝર્વ (RBI)બેન્કે નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારને ડિવિડન્ડ (RBI DIVIDEND TO GOVERNMENT)જાહેર કર્યું છે. RBIએ જે રકમ જાહેર કરી છે, તે અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. નિયમનકારી બેન્કે તેની કમાણીમાંથી સરકારને 2.69 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. જેની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પણ પડશે. સામાન્ય લોકોને બેન્કની EMI ઘટી શકે છે. બેન્કના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
સામાન્ય લોકોને લોનના EMI ઘટવાની શક્યતા
ભારતીય રિઝર્વ બેન્કએ સરકારની બેન્ક છે. જ્યારે પણ અર્થતંત્રમાં થોડી અસ્થિરતા હોય છે. જ્યારે રૂપિયો નબળો પડવા લાગે છે, ત્યારે રિઝર્વ બેન્ક સરકારની મદદ માટે આગળ આવે છે. રિઝર્વ બેન્ક ડોલર ખરીદી અને વેચાણ કરીને અને નોટો છાપીને પૈસા બનાવે છે. આ ઉપરાંત, RBI વિદેશી બોન્ડમાં રોકાણ કરીને પણ પૈસાની કમાણી કરે છે. RBI દ્વારા કેન્દ્ર સરકારને ડિવિડન્ડ આપવાથી તેની ખાધ ઓછી થશે. આ કારણે બેન્કો દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે રિઝર્વ બેન્ક આવતા મહિને પણ દરોમાં ઘટાડો કરશે. આના કારણે EMI ઘટવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત, આનાથી સંરક્ષણ મોરચે સરકારને મોટી રાહત મળી શકે છે. કારણ કે એવી અપેક્ષા હતી કે ભારત-પાકિસ્તાન તણાવને કારણે દેશે પોતાનું સંરક્ષણ બજેટ વધારવું પડશે. આના કારણે તેના નુકસાનમાં વધારો થવાની શક્યતા હતી. જોકે, RBI તરફથી મળેલા પૈસાને કારણે સરકારને આ ક્ષેત્રમાં રાહત મળશે.
આ પણ વાંચો -ભારત બન્યું વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, હવે આ ત્રણ દેશો જ આગળ
કેવી રીતે પૈસા આપે છે RBI?
RBI નોટો છાપીને, બોન્ડ માર્કેટમાં રોકાણ કરીને અને ડોલર ખરીદી અને વેચાણ કરીને પોતાની કમાણી કરે છે પણ તે પોતાની કમાણીનો કેટલો હિસ્સો સરકારને આપશે? એટલે કે, દર વર્ષે સરકારી ખાતામાં કેટલું ડિવિડન્ડ જશે. આ અંગે નિયમો છે. અગાઉ, RBI તેની કમાણીના 5.5%થી 6.6% ઈમરજન્સી ફંડ તરીકે રાખતું હતું. પરંતુ વર્ષ 2018માં ભૂતપૂર્વ RBI ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે બેન્ક તેની કમાણીના 4.5%થી 7.5% ઈમરજન્સી ફંડ માટે રાખી શકે છે.