RBI News : ખિસ્સામાં રાખો કે પાણીમાં પલાળો, નોટોને કંઈ નહીં થાય! RBI પ્લાસ્ટિક નોટો લાવવાની તૈયારીમાં!
RBI News : ભારતીય રિઝર્વ બેંક ટૂંક જ સમયમાં કરન્સીને લઈને મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આપણા ખિસ્સામાં રહેલી કાળગની ચલણી નોટો ટૂંક જ સમયમાં ઈતિહાસ બની શકે છે. RBI રોકડની વધતી જતી માંગ અને તેની જાળવણીના પડકારોને પહોંચી વળવા એક મોટા પરિવર્તનની તૈયારી કરી રહી હોવાની માહિતી સામે આવી રહી છે.
તાજેતરમાં મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્રીય બેંક હવે પરંપરાગત કાગળની નોટોને બદલે પ્લાસ્ટિક એટલે કે પોલિમર (Polymer) નોટો છાપવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ ચલણને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવાનો છે.
પ્લાસ્ટિક નોટોના અદભૂત ફાયદા
પ્લાસ્ટિકની નોટો એટલે પોલિમર ચલણી નોટો છાપવાથી કેટલાક ફાયદાઓ થાય છે. બેંકિંગ નિષ્ણાતોનું માનવું છે કે પોલિમર નોટો કાગળની નોટો કરતા લગભગ અઢી ગણી વધુ ટકાઉ હોય છે. પોલિમર નોટોની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પાણી, ભેજ કે ગંદકીથી ખરાબ થતી નથી.
સામાન્ય રીતે કાગળની નોટો જલ્દી ફાટી જાય છે, જેના કારણે તેને વારંવાર બદલવી પડે છે, જેનો ખર્ચ સરકારને ઉઠાવવો પડે છે. પ્લાસ્ટિક નોટો એટલે કે પોલિમર નોટોના કિસ્સામાં આ સમસ્યા લગભગ નાબૂદ થઈ જશે. આ ઉપરાંત, આ નોટોમાં સુરક્ષા ફિચર્સ (Security Features) એટલા મજબૂત હોય છે કે તેને બનાવટી કે નકલી બનાવવાનું લગભગ અશક્ય છે, જે અર્થતંત્રમાં ફેલાતી નકલી ચલણની સમસ્યાને કાબૂમાં રાખવામાં મદદ કરશે.
વિશ્વના આ દેશોમાં ચાલે છે પોલિમર નોટો
વિશ્વના અનેક દેશોમાં પોલિમર નોટોનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે કે વિશ્વાના 60 જેટલા દેશમાં પોલિમર કરન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા,ન્યુઝીલેન્ડ, વિયેતનામ, રોમાનિયા અને કેનેડા જેવા દેશોએ તો કાગળની નોટોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સિંગાપોર અને મલેશિયા જેવા દેશો પણ આ દિશામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે.
શું ભારતમાં પણ છપાશે પોલિમર કરન્સી ?
જો ભારતમાં પ્લાસ્ટિક નોટોનું ચલણ શરૂ થાય છે, તો તે ભારતીય અર્થતંત્ર માટે એક મોટી ક્રાંતિ સમાન હશે. જોકે, આ પ્રોજેક્ટ અમલમાં મૂકતા પહેલાં તેના ઉત્પાદન ખર્ચ અને લોકોની આદતો જેવા પાસાઓ પર RBI ચોક્કસપણે ગહન અભ્યાસ કરશે. એકંદરે, આ ટેકનોલોજી માત્ર ચલણની ટકાઉપણું જ નહીં, પરંતુ ડિજિટલ યુગમાં રોકડ વ્યવહારને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં એક મજબૂત કદમ સાબિત થશે.
આ પણ વાંચો : PF ઉપાડ બનશે સુપરફાસ્ટ, UPIથી મિનિટોમાં ખાતામાં આવશે રૂપિયા, વાંચો ફુલ Story


