Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

RBI Repo Rate Policy: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, હોમ અને કાર લોન ધારકોને રાહત, જાણો ગવર્નરની મોટી જાહેરાતો

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો છે. આ નિર્ણયને કારણે હોમ લોન અને કાર લોન લેનારાઓના EMI માં કોઈ ફેરફાર થશે નહીં. ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક તણાવ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રની સ્થિરતા અને FY27 માટે 6.9% ના મજબૂત જીડીપી ગ્રોથની ખાતરી આપી છે.
rbi repo rate policy  રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં  હોમ અને કાર લોન ધારકોને રાહત  જાણો ગવર્નરની મોટી જાહેરાતો
Advertisement
  • Rbi Repo Rate Policy  : રેપો રેટમાં કોઈ બદલાવ નહીં!
  • EMI ના બોજમાંથી સામાન્ય જનતાને મળી રાહત
  • રેપો રેટ 5.25 ટકા પર સ્થિર રાખવાનો RBIનો નિર્ણય
  • હોમ લોન અને કાર લોનના હપ્તામાં નહીં થાય વધારો
  • FY27 માટે GDP ગ્રોથ 6.9% રહેવાનો અંદાજ
  • વૈશ્વિક પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત: RBI

Rbi Repo Rate Policy : ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના પરિણામોની દેશભરમાં આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે સ્પષ્ટ કર્યું કે રેપો રેટ (Repo Rate) ને 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં પણ દરો સ્થિર રખાયા હતા, અને આ વખતે પણ તેમાં કોઈ ફેરફાર ન કરીને RBI એ બજારમાં સ્થિરતા જાળવી રાખવાનો સંકેત આપ્યો છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે તમારા હોમ લોન, કાર લોન કે પર્સનલ લોનના હપ્તા (EMI) માં કોઈ વધારો થશે નહીં.

Advertisement

Rbi Repo Rate Policy : સામાન્ય જનતા અને અર્થતંત્ર પર અસર

જ્યારે રેપો રેટ (Repo Rate) સ્થિર રહે છે, ત્યારે બેંકો માટે રિઝર્વ બેંક પાસેથી લેવામાં આવતું ધિરાણ મોંઘું થતું નથી. પરિણામે, બેંકો ગ્રાહકો પર વ્યાજનો બોજ નાખવાનું ટાળે છે. ગવર્નરના જણાવ્યા અનુસાર, SDF (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) 5% અને MSF (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી) 5.50% પર યથાવત છે. આ ઉપરાંત, ભારતનો આર્થિક વિકાસ દર એટલે કે જીડીપી (GDP) નાણાકીય વર્ષ 2027 માટે 6.9% રહેવાનો અંદાજ છે, જે ભારતની મજબૂત આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ છે.

Advertisement

વૈશ્વિક પડકારો અને ભારત

મધ્ય પૂર્વના સંઘર્ષ અને કાચા તેલના ભાવમાં આવતા ઉતાર-ચઢાવ અંગે ચિંતા વ્યક્ત કરતા ગવર્નરે ઉમેર્યું કે, "દુનિયાભરમાં મોંઘવારી અને સપ્લાય ચેઈનની સમસ્યાઓ છે, પરંતુ ભારતીય અર્થતંત્ર આંચકા ખમવા માટે સક્ષમ છે." વર્ષ 2025માં રેપો રેટમાં 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જેણે રિયલ એસ્ટેટ અને ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી લાવી હતી.

આ પણ વાંચો : Stock Market Rally Today : શેરબજારમાં મોટો ધડાકો! સેન્સેક્સ 2700 પોઈન્ટ ઉછળ્યો

Tags :
Advertisement

.

×