ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RBI Update: હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ, RBIએ 31 ડિસેમ્બર સુધીનો ડેટા જાહેર કર્યો

RBIએ 2000 ની ચલણી નોટો લઈને આંકડા જાહેર કર્યા હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ RBIએ 31 ડિસેમ્બર સુધીનો ડેટા શેર કર્યો     RBI Update on 2000 Rupee: દેશમાં રૂ.2000ની ચલણી નોટ 19 મે 2023ના...
08:56 AM Jan 02, 2025 IST | Hiren Dave
RBIએ 2000 ની ચલણી નોટો લઈને આંકડા જાહેર કર્યા હજુ પણ લોકોની પાસે છે 2000 રૂપિયાની કરોડોની નોટ RBIએ 31 ડિસેમ્બર સુધીનો ડેટા શેર કર્યો     RBI Update on 2000 Rupee: દેશમાં રૂ.2000ની ચલણી નોટ 19 મે 2023ના...
Reserve Bank of India

 

 

RBI Update on 2000 Rupee: દેશમાં રૂ.2000ની ચલણી નોટ 19 મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂપિયા બે હજારની ચલણની નોટ પરત આવી હોવાનું જ્યારે હજુ રૂ.6691 કરોડની નોટ લોકો પાસે ચલણમાં હોવાનું RBIએ જાહેર કર્યું છે.

 

રૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા જાહેર કર્યું

ઉલ્લેખનીય છે કે,RBI દ્વારા અગાઉ 19 મે 2023થી રૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા જાહેર કર્યું હતું આ રૂ.2000ની નોટો ૭, ઓકટોબર 2023  સુધી તમામ બેંકોની શાખાઓમાં જમા કરાવવા અથવા બદલી લેવા માટેનું સવલત આપવામાં આવી હતી. આ ઉપરાંત 9, ઓકટોબર 2023 પબ્લિકને રૂ.2000ની ચલણી નોટો RBI દ્વારા જારી ઓફિસોમાં તેમના બેંક ખાતાઓમાં જમા કરવા માટેની પણ સવલત આપવામાં આવી હતી. જ્યારે દેશમાં કોઈપણ પોસ્ટ ઓફિસથી ઈન્ડિયા પોસ્ટ થકી રૂ.2000ની ચલણી નોટ મોકલનારાને તેમના બેંક ખાતાઓમાં જમા કરવા આરબીઆઈ જારી ઓફિસોને મોકલવાની પણ સવલત અપાઈ હતી.

આ પણ વાંચો -Aadhaar Card Update: લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ અને સરનામું બદલવાની સરળ રીત, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

2024 સુધીમાં 98 ટકા પરત આવી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે કેટલી રૂ.2000ની ચલણી નોટો પરત આવી છે એના જારી કરાતાં આંકડામાં 31, ડિસેમ્બર 2024 સુધીમાં 98.12 ટકા નોટ પરત આવી હોવાનું જાહેર કરાયું છે. 19 મે 2023ના આંક મુજબ રૂ.3.56 લાખ કરોડનું કુલ રૂ.2000ની ચલણી નોટ ચલણમાં હતી, એ ઘટીને હવે માત્ર રૂ.6691 કરોડની ચલણમાં રહી ગઈ છે. રૂ.2000ની ચલણી નોટ હજુ લિગલ ટેન્ડર છે.

આ પણ વાંચો -નવી પેઢીને પ્રેરિત કરી રહ્યા છે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી-ગુકેશ: Gautam Adani

2000 રૂપિયાની નોટ હજુ પણ ચલણમાં છે

મળતી માહિતી અનુસાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લીધી હતી. પરંતુ નોટબંધી છતાં પણ 2000 રૂપિયાની નોટ ચલણમાં છે અને આ નોટો સામાન્ય લોકો પાસે નથી પરંતુ બિઝનેસમેન પાસે છે.2016માં રૂ.1000 અને રૂ.500ની નોટોના વિમુદ્રીકરણ પછી, રિઝર્વ બેન્કે રૂ. 2000ની નોટો જારી કરી હતી, પરંતુ બેન્કે આ નોટો પણ પાછી લઈ લીધી છે.

Tags :
2000 Rupee NoteGujarat FirstHiren daveIndian currencyNotebandi NewsReserve Bank of India
Next Article