Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RBI: લોનની EMIમાં ઘટાડા પર લાગશે બ્રેક? જાણો RBI ગર્વનર શું કહ્યું?

RBI એ વ્યાજદરોમાં ઘટાડો કર્યો હોમલોન ધારકોને રાહત મળી આરબીઆઇએ વલણ તટસ્થ કર્યા RBI: એક દિવસ પહેલા RBI એ વ્યાજદરોમાં ઘટાડો કર્યો. રેપો રેટ 0.50 ટકા (rbi repo rate)ઘટાડ્યો.પરિણામે લોન(Home loan EMI) ધારકોને રાહત મળી છે. પરંતુ એકવાત ધ્યાને...
rbi  લોનની emiમાં ઘટાડા પર લાગશે બ્રેક  જાણો rbi ગર્વનર શું કહ્યું
Advertisement
  • RBI એ વ્યાજદરોમાં ઘટાડો કર્યો
  • હોમલોન ધારકોને રાહત મળી
  • આરબીઆઇએ વલણ તટસ્થ કર્યા

RBI: એક દિવસ પહેલા RBI એ વ્યાજદરોમાં ઘટાડો કર્યો. રેપો રેટ 0.50 ટકા (rbi repo rate)ઘટાડ્યો.પરિણામે લોન(Home loan EMI) ધારકોને રાહત મળી છે. પરંતુ એકવાત ધ્યાને લેવા જેવી છે કે આરબીઆઇ ગર્નરે પોલિસી રેટમાં ઘટાડા બાદ વલણમાં બદલાવ કર્યો છે. આરબીઆઇએ વલણ તટસ્થ એટલે કે ન્યૂટ્રલ કરી દીધુ છે. હવે જે નિર્ણય હશે તે નંબર અને પરિસ્થિતિને ધ્યાને રાખીને લેવાશે. તેનો અર્થ એ થયો કે વ્યાજદરોમાં ઘટાડાનો સ્કોપ ઓછો થઇ જશે.

આ વર્ષે એક ટકાનો ઘટાડો

આરબીઆઇના ગર્વનર સંજય મલ્હોત્રાએ કહ્યુ કે પોલિસી રેટમાં 0.50 ટકાનો ઘટાડાની જાહેરાત બાદ હજુ તેમાં ઘટાડા થવાનો સ્કોપ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 3 વાર ઘટાડો કરતા એક વર્ષમાં કુલ એક ટકાનો ઘટાડો થયો છે. મલ્હોત્રાએ બાય મંથલી મોનિટરી પોલિસીની ઘોષણા બાદ સંવાદદાતાઓને આગળ કહ્યું કે ભવિષ્યની મોનિટરી પોલિસીની કાર્યવાહી આગળના આંકડાઓ પર નિર્ભર કરશે.

Advertisement

ઘટશે વ્યાજદર?

તેમણે કહ્યું કે હાલની સ્થતિને જોતા મોનેટરી પોલિસી માટે ઘણો જ સીમિત સ્કોપ છે. વૃદ્ધિનું અનુમાન લગભગ 6.5 ટકા છે અને મોંઘવારી આ વર્ષે 3.7 ટકા અને આગલા વર્ષ માટે 4 ટકાથી વધારે રહેવાનું અનુમાન લગાવ્યું છે. જો આવુ થાય છે તો હાલના દરમાં ઘટાડાની સંભાવના બહુ જ સિમિત છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં આંકડાઓ પર નજર રાખીશું અને મુખ્ય રૂપથી તે જ પગલુ ભરીશુ કે જે આંકડા દર્શાવે છે. હાલ વ્યાજદરોમાં ઘટાડા બાદ રેપો રેટ છે્લલા 3 વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે

Advertisement

આ પણ  વાંચો -EPFO : Tatpar પોર્ટલનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરાયું, જાણી લો નવા અપડેટ્સ વિશે વિગતવાર

RBIએ વલણ બદલ્યું?

આરબીઆઇએ ગર્વનરને મોનિટરી પોલિસીનું વલણ ઉદાર તથા મોડરેટમાંથી તટસ્થ એટલે કે ન્યૂટ્રલ કરી દીધુ છે. ન્યૂટ્રલનો અર્થ એ થયો કે રેપો રેટમાં વધારે કે ઘટાડો કંઇ પણ થઇ શકે છે. તે એ વાત પર નિર્ભર કરશે કે આંકડા કેવા છે. જો ગ્રોથ નબળો હશે તો રેપો રેટ હજુ ઘટે અને જો વૃદ્ધિ સારી હોય અને મોઁઘવારી વધી રહી હોય તો એવુ પણ થઇ શકે કે રેપોરેટ વધે. તે એવાત પર નિર્ભર કરે છે કે મોંઘવારી અને વૃદ્ધિ બંનેના કેવા આંકડા સામે આવે છે. તેમણે કહ્યું કે વલણને બદલીને તટસ્થ કરવાનું કારણ એવુ છે કે દરોમાં કટૌતી માટે આગળ કોઇ સ્કોપ નથી.

આ પણ  વાંચો -EPFO : Tatpar પોર્ટલનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરાયું, જાણી લો નવા અપડેટ્સ વિશે વિગતવાર

અનુમાન હાલના વર્ષોમાં સૌથી ઓછું

ગર્વનરે કહ્યું કે મોનેટરી પોલિસી નિશ્ચિત રૂપથી લોન ગ્રોથને ગતિ આપવા અને વ્યાપક આર્થિક વૃદ્ધિમાં મદદ કરશે. તેમણે કહ્યું કે દરોમાં ઘટાડાને આગળ વધારવા અને સીઆરઆરમાં ઘટાડાની સાથે જોડીને એક એજન્ડા ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિ લાવવાનો છે. આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષની મોંઘવારીનું પૂર્વાનુમાન ઘટાડીને 3.7 ટકા કરી દીધુ છે. જ્યારે એપ્રિલમાં તે ચાર ટકા રહે તેવી સંભાવના જણાવી હતી. એવરેજ રિટેલ ઇન્ફ્લેશનના 4 ટકા ઓછા રહેવાનું અનુમાન હાલના વર્ષોમાં સૌથી ઓછું છે.

Tags :
Advertisement

.

×