RBI New Rule: RBIની લોનધારકોને ભેટ, ફ્લોટિંગ રેટ લોન પર પ્રિપેમેન્ટ પેનલ્ટી નાબૂદ !
- RBIએ લોન લેનારા લાખો લોકોને મોટી રાહત આપી
- પેમેન્ટ પેનલ્ટી કે ચાર્જ વસૂલી નહી શકે.
- નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે
RBI New Rule : RBIએ લોન લેનારા લાખો લોકોને મોટી રાહત આપી છે. જો તમે બિઝનેલ લોન, હોમ લોન કે અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલા ચૂકવી દો છો તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારા પાસેથી કોઇ પ્રિ પેમેન્ટ પેનલ્ટી કે ચાર્જ વસૂલી નહી શકે. આ નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ પડશે અને સૌથી મોટો લાભ એ લોકોને મળશે જેઓ લોન જલદી ચૂકવવાની યોજના ધરાવેછે.
ચૂકવણી તમે કોઇ પણ સ્ત્રોતથી કરી શકો છો
આ નિયમની ખાસ વાત એ છે કે ચૂકવણી તમે કોઇ પણ સ્ત્રોતથી કરી શકો છો. તમારા સેવિંગમાંથી કે પછી અન્ય સંસ્થા પાસેથી લોન લઇને. પેનલ્ટી નહી લાગે. સાથે જ લોક ઇન પીરિયડની બાધ્યતા પણ કાઢી નાંખવામાં આવી છે. આ લોન નિયમ કોની પર લાગુ થશે તે વિશે જાણીએ.
- હોમલોન, પર્સનલ લોન અને અન્ય નોન બિઝનેસ લોન
- નાના ધંધાર્થીઓ માટે ફ્લોટિંગ રેટ આધારિત બિઝનેસ લોન
- લોનની રકમ આંશિક કે પૂર્ણ રૂપથી ચૂકવવામાં આવે, છૂટ લાગુ રહેશે
આ પણ વાંચો -RBI : બેંકોમાં સાયબર ફ્રોડ અટકાવવા RBI દ્વારા FRI સિસ્ટમ લાગુ કરવા તાકીદ
લોન પર પ્રિ પેમેન્ટ ચાર્જ નહી લાગે
આ નિયમ કર્મશિયલ બેંકને છોડીને કોઓપરેટીવ બેંક, NBFCs, અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશન પર લાગુ થશે. સ્મોલ ફાઇનાન્સ બેંક, રીઝનલ રૂરુલ બેંક, લોકલ એરિયા બેંત, અર્બન કો ઓપરેટીવ બેંક, NBFC-UL અને ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિઅસ સંસ્થા. આ સંસ્થાઓ માટે 50 લાખ સુધીની લોન પર પ્રિ પેમેન્ટ ચાર્જ નહી લાગે.
આ પણ વાંચો -Share Market: શેરબજાર ઉતાર-ચઢાવ સાથે બંધ,સેન્સેક્સમાં આટલા પોઈન્ટનો ઘટાડો
કોને થશે સૌથી વધારે ફાયદો?
- જેણે ફ્લોટિંગ રેટ હોમ લોન લીધી હોય તેમને ફાયદો
- નાના ઉદ્યોગકારો કે જેઓએ વેપાર માટે બેંક પાસેથી લોન લીધી હોય.
- જે લોકો લોનની ઇએમઆઇ ઓછી કરવા જલદી પેમેન્ટ કરવા માગતા હોય.
- અત્યાર સુધી સમય પહેલા લોનની ચૂકવણી કરવા પર ચાર્જ લેવાતો હતો. જેનાથી લોકોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર અસર પડતી હતી હતી જે હવે નહી પડે.