RBI નો ચોંકાવનારો ખૂલાસો, શું તમારી પાસે 200-500ની નકલી નોટ નથી ને?
- દેશમાં નકલી નોટનું ચલણ ઝડપી વધ્યું
- 500 અને 200 રૂપિયાની નકલી ઝડપાઇ
- RBIના 2024-25ના રિપોર્ટમાં આવ્યા સામે
RBI : દેશમાં નકલી ચલણ (Fake Currency)ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને 500 અને 200 રૂપિયાની નકલી નોટની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. RBIના 2024-25ના રિપોર્ટ (RBI Report)પ્રમાણે 500 રૂપિયાની નકલી નોટમાં 37.3 ટકા અને 200 રૂપિયાની નકલી (₹200 Note Features)નોટમાં 13.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન કુલ 2,17,396 જેટલી નકલી નોટ પકડાઈ છે. જેમાં ફક્ત 4.7 ટકા નોટ આરબીઆઈએ અને બાકીની 95.3 ટકા અન્ય બેંકોએ પકડી છે.
નકલી નોટ પકડાઈ
RBIના રિપોર્ટ મુજબ, 2024-25માં 500 રૂપિયાની 1,17,722 નકલી નોટો અને 200 રૂપિયાની 32,660 નકલી નોટો પકડાઈ હતી. આ આંકડા 2023-24 કરતા વધારે છે. જોકે, 2022-23માં 2,25,769 નકલી નોટો મળી આવી હતી જે 2024-25માં ઘટીને 2,17,396 થઈ છે. રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગની નકલી નોટો ખાનગી બેંકો દ્વારા પકડાઈ હતી, તેથી સામાન્ય લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
🚨Fake Rs 500 notes at six-year high in FY25: RBI
Fake Rs 500 notes surged 37% on a yearly basis to 1.18 lakh pieces during FY25 in the banking system. pic.twitter.com/8NNOzY0ZKL
— Indian Infra Report (@Indianinfoguide) May 30, 2025
આ પણ વાંચો -LIC એ ગૌતમ અદાણીની આ કંપનીમાં 5000 કરોડનું કર્યુ રોકાણ
500 રૂપિયાની ઓરીજનલ નોટની ઓળખ
500 રૂપિયાની ઓરીજનલ નોટ પર મહાત્મા ગાંધીની સિરીઝ હોય છે અને તેનો કલર સ્ટોન ગ્રે છે. તેનો આકાર 66 મિમી બાય 150 મિમી છે. નોટ પર દેવનાગરી ભાષામાં 500, મહાત્મા ગાંધીનો ફોટો અને માઈક્રઓ લખાણમાં ભારત અને india, અને કલર શિફટીંગ સિક્યોરિટી થ્રેડ હોય છે, જે ઝૂકાવવાથી ગ્રીનમાંથી નીલા કલરનું થઈ જાય છે. આ સિવાય વોટર માર્ક, ઉભરી આવતી છાપણી, અશોક સ્તંભ, પાંચ બ્લીડ લાઈન અને રિવર્સ સાઈડ પર લાલ કિલ્લાનો ફોટો પણ છે.
આ પણ વાંચો -India GDP Growth: અનુમાન કરતા શાનદાર આંકડા,ચોથા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 7.4 ટકા રહ્યો
200 રૂપિયાની ઓરિજનલ નોટની ઓળખ
200 રૂપિયાની નોટ બ્રાઈટ યલો કલરની હોય છે અને તેનું કદ 66 મીમી x 146 મીમી છે. તેમાં દેવનાગરીમાં '200', મહાત્મા ગાંધીનું ચિત્ર, રંગ બદલતા મૂલ્ય પ્રતીક, સૂક્ષ્મ ટેક્સ્ટ, સુરક્ષા દોરો અને દૃષ્ટિહીન લોકો માટે ઉભા કરાયેલ પ્રતીક જેવી 17 સુરક્ષા સુવિધાઓ પણ છે. પાછળની તરફ સાંચી સ્તૂપનો ફોટો અને સ્વચ્છ ભારતનો લોગો છે.