Real Estate Report: ઘર ખરીદવું બન્યું સપનું, દિલ્લી NCRમાં બજેટ બહાર, બેંગલુરુમાં ન વેચાયેલા મકાનોનો બેકલોગ વધ્યો
- Real Estate Report: મિલકત ખરીદવી ગજા બહાર થઈ
- દિલ્હી-એનસીઆરમાં ઘર ખરીદવું બજેટની બહાર
- બેંગલુરુ ન વેચાયેલા ઘરોનો બેકલોગનો સામનો કરી રહ્યું
Real Estate Report: ભારતીય રિયલ એસ્ટેટ માટે 2025નું વર્ષ મિશ્ર પરિણામો સાથે સમાપ્ત થયું છે. સમગ્ર દેશમાં નવા પ્રોજેક્ટ્સ (Projects) ચાલુ હોવા છતા, ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ ખરીદદારોની માંગમાં ઘટાડાને કારણે વેચાણ વગરના મકાનોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના અહેવાલ મુજબ, દેશના સાત મુખ્ય શહેરોમાં વેચાયા ના હોય તેવા મકાનોની સંખ્યામાં 4%નો વધારો થયો છે. જેના કારણે બજારમાં લગભગ 5.77 લાખ યુનિટ ખરીદદારોની રાહ જોઈ રહ્યા છે.
Real Estate Report: સૌથી વધુ અસર બેંગલુરુમાં
રિપોર્ટ અનુસાર, બેંગલુરુના રિયલ એસ્ટેટ માર્કેટ પર સૌથી વધુ અસર જોવા મળી છે. અહીં વેચાયા વગરના ઘરોનો સ્ટોક 23% જેટલો વધ્યો છે. આ નવા પ્રોજેક્ટ્સની તુલનામાં ખરીદદારોના રસમાં થોડો ઘટાડો દર્શાવે છે. જોકે, હૈદરાબાદ (Hyderabad) અને મુંબઈ (MMR) સકારાત્મક સંકેતો બતાવી રહ્યા છે.
હૈદરાબાદમાં વેચાયા વગરના મકાનોના સ્ટોકમાં 2%નો ઘટાડો જોવા મળ્યો. મુખ્યત્વે નવા પ્રોજેક્ટ્સના મર્યાદિત પુરવઠાને કારણે હતું. 2024 ના અંતમાં ઉપલબ્ધ એકમોની સંખ્યા 2024 ના અંતમાં 97 હજાર 765 એકમોથી ઘટીને 2025 ના અંત સુધીમાં 96 હજાર 140 થઈ ગઈ. દેશનું સૌથી મોંઘા રિયલ એસ્ટેટ બજાર મુંબઈ (Mumbai) (MMR) માં પણ ઇન્વેન્ટરી (Inventory) માં 1% નો થોડો ઘટાડો જોવા મળ્યો.
આ પણ વાંચો--------- માદુરોની ધરપકડથી ખળભળાટ: શું સોમવારે સોનું-ચાંદી ભડકે બળશે? જાણો શેરબજારની ચાલ
Real Estate Report: દિલ્હી -એનસીઆરમાં ઘર ખરીદવું મોંઘુ
મળતી માહિતી મુજબ, દિલ્હી-એનસીઆર 2025 દરમિયાન ભારતમાં ટોચના 7 શહેરોમાં સૌથી વધુ રહેણાંક કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. અહીં સરેરાશ ઘરની કિંમતોમાં 23% નો રેકોર્ડબ્રેક (Record breaking) ઉછાળો જોવા મળ્યો છે, જે 2024 માં પ્રતિ ચોરસ ફૂટ ₹7 હજાર 550 થી વધીને 2025 ના અંત સુધીમાં ₹9 હજાર 300 પ્રતિ ચોરસ ફૂટ થયો છે. જોકે, અન્ય મોટા શહેરોમાં, આ વર્ષે ભાવ વધારો માત્ર 4% થી 9% સુધી મર્યાદિત રહ્યો છે. જે 2024 માં 13-27% હતો.
આમ ટોચના સાત શહેરોમાં સરેરાશ ભાવમાં 8% નો વધારો જોવા મળ્યો છે. અહેવાલ મુજબ, મિલકતના ભાવમાં વધારો, IT ક્ષેત્રમાં છટણી, ભૂ-રાજકીય તણાવ અને અન્ય બજાર અનિશ્ચિતતાઓએ 2025 સુધીમાં ભારતના રહેણાંક રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ અને ખરીદદારોની ભાવના પર નોંધપાત્ર અસર કરી છે.
આ પણ વાંચો----------Indian Currency: 2000ની ગુલાબી નોટો હજુ પણ ફરી રહી બજારમાં!, RBIએ જાહેર કર્યા આંકડા
આ પણ વાંચો----------Indian Currency: ફરી આવશે નોટબંધી જેવી સ્થિતિ? સરકાર હવે 500ની ચલણી નોટ બંધ કરશે?


