Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વેનેઝુએલા પાસેથી OIL ખરીદશે મુકેશ અંબાણીની કંપની? જાણો અમેરિકાની શું રહેશે ભૂમિકા?

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વેનેઝુએલા પાસેથી ફરી ખનીજતેલની ખરીદી શરૂ કરવા પર વિચારણા કરી રહી છે. અમેરિકાએ વેનેઝુએલાના તેલ પર 25% ટેરિફ લગાવતા માર્ચ 2025થી આયાત બંધ કરવામાં આવી હતી. રિલાયન્સની જામનગર રિફાઈનરી વેનેઝુએલાના ભારે ક્રૂડને રિફાઈન કરવા સક્ષમ હોવાથી, કંપની હવે આંતરરાષ્ટ્રીય નિયમો અને અમેરિકાની સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે
વેનેઝુએલા પાસેથી oil ખરીદશે મુકેશ અંબાણીની કંપની  જાણો અમેરિકાની શું રહેશે ભૂમિકા
Advertisement

. માર્ચ, 2025થી વેનેઝુએલાના ખનીજતેલની ખરીદી બંધ કરાઈ
. વેનેઝુએલાથી ખનીજતેલની ફરીથી ખરીદીની સંભાવનાઓ પર વિચારણા
. મીડિયા અહેવાલમાં વેનેઝુએલાથી ખનીજતેલની ખરીદીને લઈને કરાયો છે દાવો

નવી દિલ્હી: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વેનેઝુએલા પાસેથી ખનીજતેલની ખરીદી કરે તેવી શક્યતા છે. રોયટર્સનું કહેવું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માર્ચ 2025માં શરૂ થયેલી વેનેઝુએલાથી ખનીજતેલની ખરીદી પરની રોક બાદ તેને ફરીથી શરૂ કરવાની સંભાવનાઓ પર વિચારણા કરી રહી છે.

Advertisement

વેનેઝુએલાથી ખનીજતેલની ખરીદી બંધ થઈ હતી, જ્યારે અમેરિકાએ વેનેઝુએલાથી તેની આયાત કરનારા દેશો પર 25 ટકા ટેરિફ લગાવવાની ઘોષણા કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મે-2025માં વેનેઝુએલાથી ખનીજતેલની આખરી ખેપ મંગાવી હતી. રોયટર્સના અહેવાલ મુજબ, રિલાયન્સની આપૂર્તિ શ્રૃંખલા અને રિફાઈનરી સંચાલન પર સંભવિત પ્રભાવોના કારણે ઉદ્યોગ જગતમાં આ ઘટનાક્રમ પર ઝીણવટભરી નજર રખાઈ રહી છે.

Advertisement

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પશ્ચિમ ગુજરાતમાં બે મુખ્ય રિફાઈનરીઓનું સંચાલન કરે છે, જેની કુલ રિફાઈનિંગ ક્ષમતા લગભગ 14 લાખ બેરલ પ્રતિ દિવસની છે. તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જેથી વેનેઝુએલાના મેરેય જેવા ભારે અને વ્યાજબી ગ્રેડ સહીતના ઘણાં પ્રકારના ખનીજતેલને સારી રીતે રિફાઈન કરી શકાય છે. જો વેનેઝુએલાનું ખનીજતેલ ફરીથી ઉપલબ્ધ થઈ જાય, તો રિલાયન્સ એને રિફાઈન કરશે.

રિલાયન્સે શું કહ્યું?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક પ્રવક્તાને ટાંકીને રૉયટર્સના અહેવાલમાં કહેવામાં આવ્યું કે અમે બિનઅમેરિકન ખરીદદારો દ્વારા વેનેઝુએલાથી ખનીજતેલની ઉપલબ્ધતા પર સ્પષ્ટતાની પ્રતીક્ષા કરી રહ્યા છે અને નિયમોનું પાલન કરતા ખનીજતેલ ખરીદવા પર વિચારણા કરશે. આ નિવેદન રોયટર્સ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના જવાબમાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે 2025ની શરૂઆતમાં વેનેઝુએલાથી ખનીજતેલની આયાત બંધ થવાથી રિલાયન્સની સોર્સિંગ રણનીતિમાં મહત્વપૂર્ણ બદલાવ આવ્યો છે. કંપનીનો આ નિર્ણય અમેરિકાની સરકાર દ્વારા વેનેઝુએલાથી ખનીજતેલની આયાત ચાલુ રાખનારા દેશો પર 25 ટકા ટેરિફ લગાવ્યાના તુરંત બંદ લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે રિલાયન્સે પોતાની ખરીદી નીતિમાં પરિવર્તન કર્યું હતું અને ખનીજતેલના વૈકલ્પિક માર્ગોની તલાશ કરવી પડી હતી.

રિલાયન્સની વેનેઝુએલાના ખનીજતેલના નિયમો પર નજર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ રિલાયન્સ એ તમામ નિયામકીય પરિવર્તનો પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે, જે વેનેઝુએલાના ખનીજતેલ અને બિનઅમેરિકન ખરીદદારોને પ્રભાવિત કરી શકે છે. કંપની આંતરરાષ્ટ્રીય માપદંડોનું પાલન કરવા પર ભાર મૂકે છે અને પુનરોચ્ચાર કરે છે કે વેનેઝુએલાથી ભવિષ્યમાં આયાત સંબંધિત અધિકારીઓની સ્પષ્ટતા બાદ જ થશે.

સસ્તું હોય છે વેનેઝુએલાનું ખનીજતેલ

વેનેઝુએલાનું ખનીજતેલ સામાન્ય રીતે બ્રેંટ ક્રૂડની સરખામણીએ 5થી 8 ડોલર પ્રતિ બેરલ ઓછું હોય છે. આ ખનીજતેલ પોતાની ભારે પ્રકૃતિ અને ઉચ્ચ સલ્ફર માત્રાને કારણે વૈશ્વિક સ્તરની માત્ર કેટલીક રિફાઈનરીઓ દ્વારા જ રિફાઈન કરી શકાય છે. ભારતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જામનગર કોમ્પ્લેક્સ, નાયરા એનર્જીની વડીનાર રિફાયનરી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પારાદીપ પ્લાંટ જેવી સુવિધાઓ આ કેટેગરીના ખનીજતેલને રિફાઈન કરી શકે છે.

આ પણ વાંચો:ટ્રમ્પે વેનેઝુએલામાં ઓઈલ ટેન્કરના સંપૂર્ણ બ્લોકનો આદેશ આપ્યો, ચીનમાં થશે ખળભળાટ

Tags :
Advertisement

.

×