Jio Network Down : રિલાયન્સ જીઓનું સર્વર થયું ડાઉન, ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થયા યુઝર્સ પરેશાન
- દેશભરમાં રિલાયન્સ જીઓનું સર્વર થયું ડાઉન
- દેશના વિવિધ સેક્ટરમાં રિલાયન્સ જીઓની સેવા થઈ ઠપ્પ
- જીઓનું સર્વર ડાઉન થતા યુઝર્સ પરેશાન
- મોબાઈલમાં નેટવર્ક અને કોલિંગ થયા ઠપ
દેશભરમાં રિલાયન્સ જીઓનું સર્વર ડાઉન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના વિવિધ સેક્ટરમાં રિલાયન્સ જીઓની સેવા ઠપ્પ થઈ જવા પામી છે. જીઓનું સર્વર ડાઉન થતા યુઝર્સ પરેશાન થયા હતા. મોબાઈલ નેટવર્ક અને કોલિંગ થપ્પ થયા હતા.
જીઓનું સર્વર ડાઉન થતા ઈન્ટરનેટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. કોલિંગ, એસએમએ, વીડિયો કોલિંગ સેવાને પણ અસર પહોંચી હતી. ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થતા યુઝર્સ પરેશાન થયા હતા. રિલાયન્સ જીઓનું સર્વર ડાઉન હોવાની સત્તાવાર પુષ્ટી થઈ છે. રિલાયન્સ જીઓએ ટ્વીટ કરી સર્વર ડાઉન હોવાની પુષ્ટી કરી છે.
આ પણ વાંચોઃ Toll Tax : ટોલ ટેક્સ અડધો થઈ ગયો! નેશનલ હાઈવે પર વાહન ચલાવનારાઓને સરકારે આપી રાહત
યુઝર્સે સ્ક્રીન શોટ સોશિયલ મીડિયા પર મુક્યા
જિયો યુઝર્સે ટ્વીટ કરી તેઓની સમસ્યાઓને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમજ લોકોએ સોશિયલ મીડિયા પર સ્ક્રીન શોટ શેર કર્યા હતા. જેમાં નેટવર્ક સંપૂર્ણ હતું જ નહી. તેમજ કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર કહ્યું પણ હતું કે, નો સર્વિસ લખેલ આવે છે. પણ કોલ કરી શકતા નથી.
આ પણ વાંચોઃ Donald Trump: કયા દેશ પર કેટલો લાગશે Tariff? સોમવારે ખુલશે રહસ્ય, ટ્રમ્પે 12 દેશને લખ્યો પત્ર!